________________
૧૩પા
બતાવેલા પ્રકારના આહારાદિથી પિષણ કરે છે. અતિ ઠંડા નહિ, અતિ ગરમ નહિ, અતિ તીખા નહિં, અતિ કડવા નહિ, અતિ તુરા નહિં, અતિ ખાટા નહિં, અતિ પીડા નહિં, અતિ ચીકાશવાળા, નહિં, અતિ લુખા નહિં, અતિ લીલા નહિં, અતિ શુષ્ક-સુકા નહિં; આવા પ્રકારના આહારાદિ વડે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભનું પિષણ કરે છે. અતિ ઠંડા, અતિ ગરમ, વિગેરે પ્રકારના આહારાદિ ગર્ભને હિતકારી
નથી, કારણ કે તેના કેટલાક વાયુ કરનારા, કેટલાએક પિત્ત કરનારા, અને કેટલાક કફ કરનારા છે. આ વાગભટ્ટ નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યું છે કે–
ગર્ભવતી સ્ત્રી જે વાયુ કરનારા પદાર્થો ખાય તે ગઈ કુબડે એટલે ખુંધવા, આંધળે, જડબુદ્ધિવાળે એટલે તેમાં, અને વામન એટલે ઠીંગણો થાય છે, પિત્ત કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ ટાલવાળો A અથવા પીળા વર્ણવાળા થાય છે તથા કફ કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ સફેદ કોઢવાળ અથવા પાંડુ રેગવાળે થાય છે જેના
ગર્ભવતી સ્ત્રી જે અતિ ખારા પદાર્થ ખાય તે ગર્ભના નેત્રને હરણ કરનારા થાય છે, અતિ ઠંડા આહાર ગર્ભને વાયુ પ્રકોપ કરે છે, અતિ ગરમ આહાર ગના બળને હરે છે, અને અતિ વિષયસેવન ગર્ભના જીવિતને હરે છે. રા
વળી–મૈથુન સેવન, પાલખી વિગેરે જાન પર બેસીને મુસાફરી કરવી, ઘેડ ઉંટ વિગેરે વાહન પર સવું, માર્ગમાં ઘણું ચાલવું, ચાલતાં અલના પામવી લચકાવું પડી જવું, દબાવું. પેટ મસળાવવું, અથવા પેટમાં પીડ આવવી, અતિ દેવુ, અથડાવું, ઊંચાનીચુ સૂવુ, ઉંચી-નીચી જગ્યાએ બેસવું, સાંકડા સ્થાનમાં બેસવું, અથવા ઉભડક બેસવું, ઉપવાસ કરવા, વેગને વિધાત પામે, અતિ લુખે આહાર કરે,
રૂપા