________________
I૧૩૭
M વાંકી નજરવાળો થાય, સ્નાન વિલેપન કરવાથી દુરાગી થાય, તેલનું મન કરવાથી કેતી થાય, નખ
કાપવાથી ખરાબ નખવાળે થાય, દેડવાથી ગચળ થાય, હસવાથી અને દાંત હોઠ તાતુ અને જીભ એ સર્વ કાળા થાય, લખવાથી ટાલવાળો થાય, ૫છે વિગેરેથી બહુ પવન લેવાથી ગર્ભ ઉન્મત્ત થાય.'
ગર્ભને અહિતકારી આવા એક કારણને ત્રિશલા ક્ષત્રિયાણી મેવતા નથી “વળી કુળની વૃદ્ધ રીઓ વિશલા ક્ષત્રિયાણીને શીખામણ આપે છે કે –
“હે સખી! તુ ધીરે ધીરે ચાલ, ધીરે ધીરે જ બોલ, કેઈ ઉપર કોધ ન કર, પથ્ય ભોજન કર, નાડી ઢીલીપચી બાંધ, ખડખડ હસ નહિ, ખુલ્લી જગ્યામાં રહે નહિ. પથારીમાં સૂઈ રહે, નીચી જગ્યામાં ન
ઉતર, ઘરથી બહાર ન જા; આ પ્રમાણે ગર્ભના ભારથી માં થયેલા ત્રિશલા દેવીને પિતાની સહીયરો ... શીખામણ આપે છે ”
વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવા છે ? તે ગર્ભને હિતકર, પરમાણયુક્ત એટલે ન્યૂનાધિક રહિત, પથ્ય એટલે આરોગ્ય કરનાર, અને ગર્ભને પિષણ આપનાર એ જે આહાર, તેવા પ્રકારના આહારને ઉચિત સ્થાનમાં અને ઉચિત કાળમાં એટલે ભેજન સમયે કરતા રહે છે. વળી તે વિશલા ક્ષત્રિયાણી કેવા છે? દેવ રહિત અને સુકોમળ એવાં જે શયન અને આસન, તેઓએ કરીને, તથા પોતાના પરિવાર સિવાય બીજા માણસે રહિત હોવાથી નિર્જન એકાતવાળી, અને તેથી જ સુખ ઉપજાવનારી, તથા મનને અનુકૂળ એટલે ચિત્તને આનદ ઉપજાવનારી, આવા પ્રકારની હાલવા-ચાલવાની તથા બેસવા-ઉઠવાની જગ્યા વડે સુખપૂર્વક રહે છે. વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવા છે? ગર્ભના પ્રભાવથી થયેલા છે પ્રશસ્ત દેહવા એટલે મને જેને એવા ત્રિશલા. માતાને આવા પ્રકારના દેહલા થયાં –
! ૧૩sી