________________
-*
૧૩લા
-*--
-
--*--- EW
તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ઉનાળાને પહેલે માસ બીજુ પખવાડીયું એટલે રીત્ર માસનુ શુકલપખવાડીયું તેની તેરશ તિથિને વિષે નવ માસ બરાબર સંપૂર્ણ અને સાડા સાત દિવસ ગયે છતે, સૂત્રકારે આ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુની ગર્ભસ્થિતિને કાળ કહ્યો, વીશે તીર્થકરની ગ. સ્થિતિને કાલ શ્રીમતિલકસૂરિએ સપ્તતિશતસ્થાનક નામના ગ્રન્થમાં નીચે મુજબ કો –
શ્રીષભદેવ પ્રભુ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા ૧, અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચ્ચીશ દિવસ ૨, સંભવનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૩, અભિનંદન પ્રભુ આઠ માસ અને અઠયાવીશ દિવસ ૪, સુમતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ પ, પહાપ્રભ પ્રભુ નવ માસ અને છ દિવસ, ૬, સુપાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને ઓગણીશ દિવસ ૭, ચંદ્રપ્રભ પ્રભુ નવ માસ અને સાત દિવસ ૮, સુવિધિનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ, શીતલનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૦, શ્રેયાંસનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૧, વાસુપૂજ્ય પ્રભુ આઠ માસ અને વીશ દિવસ ૧૨, વિમલનાથ પ્રભુ આઠ માસ અને એકવીસ દિવસ ૧૩, અન તનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૪, ધર્મનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ ૧૫, શાન્તિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૬, કુંથુનાથ પ્રભુ નવ
માસ અને પાંચ દિવસ ૧૭, અરનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૧૮, મલ્લિનાથ પ્રભુ નવ માસ અને * સાત દિવસ ૧૯, મુનિસુવ્રત પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૦, નમિનાથ પ્રભુ નવ માસ અને આડ ન
૧, અહી દરેક તીર્થકરને ગર્ભસ્થિતિને કાળ જેટલા માસ તથા પૂરેપૂરા થયા તેમ કહ્યા છે. તે || 93 ઉપરાંત અ દિવસ વિક્ષિત નહિ હેવાથી કહ્યો નથી, તે સંભવ પ્રમાણે પિતાની મેળે સમજી લે ! | |
=
*-