________________
ગાયને બંધ કરાવજે, અને ગવૈયાઓને રજા આપજે. હવે વાસુદેવ નિ દ્રાવશ થઈ ગયા છતાં પણ મધુર ગાયનના રસમાં તલ્લીન બની ગયેલા અધ્યાપાલે ગાયન બધ કરાવ્યું નહિ તેથી થોડીવારમાં વાસુદેવ જાગી ઉઠયા, અને તેને ગાતા જોઈ ગુસ્સે થઈ દ્વારપાલને કહ્યું કે-રે દુખ ! મારી આજ્ઞા કરતાં પણ શું તને ગાયને વધારે પ્રિય છે, ત્યારે તો તે તેનું ફળ ભોગવ” એમ કહી તેમણે શય્યાપાલનાં કાનમાં તપાવેલા સીસાને રસ રેડાવ્યો. આ કૃત્યથી વીરપ્રભુના જીવ ત્રિપુષ્ઠ વાસુદેવે કાનમાં ખીલા ઠેકાવાનું કામ ઉપાર્જન કર્યું એવી રીતે તે ભવમાં અનેક દુષ્કર્મો કરી ત્યાંથી મૃત્યુ પામીને,
(૧૯) ઓગણીશમે ભવે સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળે નારકી થયે (૨૦) ત્યાથી નીકળીને વીસમે ભવે સિહ થયા (૨૧) ત્યાંથી મરીને એકવીસમે ભવે થી નરકમાં નારકીપણે ઉપજો.
(રર) ત્યાંથી નીકળી ઘણા ભ ભમીને બાવીસમે ભવે મનુષ્યપણું પામ્યું ત્યાં તેણે શુભ કર્મ ઉપાર્જન કરી મૃત્યુ પામીને
(૨૩) ત્રેવીસમે ભવે વિદેહક્ષેત્રમાં મૂકા નામની રાજ્યાનીમાં ધન જ રાજાની ધારિણે નામે રાણીની કુખે ચોરાસી લાખ પૂર્વના આયુષ્યવાળે પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થયે તેણે પિદિલ ના આચાર્ય પાસે A દીક્ષા લઈ એક કરોડ વરસ સુધી સ યમ પાળી, આ તે કાળ કરીને
(૨૪) ચોવીસમે ભવે મહાશુક દેવલોકમાં સ્વર્ગ નામના વિમાનમાં સત્તર સાગરોપમની સ્થિતિવાળે દેવ થયે.
છે ૬૩ છે