Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad

View full book text
Previous | Next

Page 135
________________ છે ૧રપા . I તરફથી મળતા ખિતાબે-પાવીકેથી, પરવાળાથી, માણેક વિગેરે લાલ રત્નથી, ઈત્યાદિક અનેક પ્રકારની ઉત્તમ વસ્તુઓથી તે જ્ઞાતક વૃદ્ધિ પામ્યું. વળી વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી તથા પ્રીતિ એટલે માનસિક પણ સતોષ અને સત્કાર એટલે સ્વજનોએ વસાદિથી કરેલી ભક્તિ, તે સઘળાઓના સમુદાયે કરીને તે જ્ઞાતકલ અતિશય વૃદ્ધિ પામ્યુ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતા પિતાને આવા સ્વરૂપને આત્મવિષયક ચિતિત પ્રાથિ તક અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયે કે–૮૧ જ્યાશી આર ભીને આપણે આ બાળક કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયે છે ત્યારથી આજ ભીને આપણે હિરણ્ય સુવર્ણ ધન અને ધાન્યથી વૃદ્ધિ પામીએ છીએ, યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સ તેષથી, અને સ્વજનોએ કરેલા સત્કારથી અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ. તેથી જ્યારે આપણો આ બાળકને જન્મ થશે ત્યારે આપણે આ બાળકનું આ ધનાદિકની વૃદ્ધિને અનુરૂપ, ગુણથી આવે, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવું વર્ધમાન એ પ્રમાણે નામ પાડશુ ને ત્યાર પછી હવે શ્રમણ ભગવાન મહાવીર મારા હલન-ચલનથી માતાને કષ્ટ ન થાઓ, એ પ્રમાણે ૧ આત્માને વિષે થયેલો. ર સ કલ્પ બે પ્રકાર હોય છે એક ધ્યાનસ્વરૂપ અને બીજે ચિતવન સ્વરૂપ તે બે જાતના સંકલ્પમાં આ સંકલ્પ ચિંતવન સ્વરૂપ થશે, એમ જણાવવાને ચિંતિત શબ્દ ન મૂક છે. ૩ ચિતવન સ્વરૂપ પણ કઈ અભિલાષા રૂપ હોય છે, અને કેઈ અભિલાષા રૂપ હેતે નથી, તેમાં આ સંકલ્પ અભિલાષારૂપ થયે એમ જણાવવાનું પ્રાર્થિત શબ્દ મૂકે છે, ૫ મનોગત એટલે મનમાં રહેલે હજુ વચનથી પ્રકાશિત નહિં કરેલે, ૧રપા

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170