Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad

View full book text
Previous | Next

Page 133
________________ R* -*- -*- ન જઈ શકે એવી જે ભૂમિમાં ધાન્યને રક્ષા માટે સ્થાપે છે તે સંવાહ કહેવાય, તે સંવાહોમાં સાર્થવાહને કાલે સઘ અને લશ્કર વિગેરેને ઉતરવાના સ્થાનને સન્નિવેશ કહેવાય, તે સન્નિવેશોમાં આ પ્રમાણે ગ્રામ-નગરાદિમાં દાટેલાં મહાનિધાનને લઈને તિર્યગૂ જભક દે સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે. હવે ગ્રામ વિગેરેમાં કયે યે ઠેકાણે દાટેલાં મહાનિધાનને લઈને સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે ? તે કહે છે શિંગડા નામના ફળને આકારે જે ત્રણ ખુણિયું સ્થાન હોય તે ગાટક કહેવાય, તે શૃંગાટકમાં, જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે ત્રિક કહેવાય, તે ત્રિમાં જ્યાં ચાર રસ્તા મળતા હોય તે ચતુષ્ક કહેવાય, તે ચતુષ્કોમાં જ્યાં ઘણું રસ્તા મળતા હોય તે ચત્વર કહેવાય, તે ચત્વમાં, ચાર દરવાજાવાળા દેવમ દિર વિગેરેમાં, રાજમાર્ગોમાં, જ્યાં પહેલાં ગ્રામ વસેલાં હોય, પણ પછી ઉજજડ –વસ્તી વગરનાં થઈ ગયાં હોય એવા ગ્રામસ્થાનમાં, જ્યાં પહેલાં નગર વસેલા હોય, પણ પછી ઉજજડ થઈ ગયાં હોય એવાં નગરસ્થામાં ગામમાંથી પાણી નિકળવાના જે માર્ગો તે ગ્રામનિમન કહેવાય, તે ગ્રામનિર્ધમમા એટલે ગામની ખાળમાં, નગરની ખાળમાં, દુકાનમાં યક્ષ વિગેરે દેવના મંદિરોમાં, માણસને બેસવાના સ્થાનમાં, અથવા જ્યાં મુસાફરો આવીને રસોઈ પકાવે તે સ્થાનમાં, પાણીની પરમ, જ્યાં કેળ વિગેરે રમણીય વૃક્ષ રોપેલાં હોય, અને સી-પુરુષે રમ્મત ગમ્મત કરવાને આવતાં હોય તે આરામ એટલે બગીચા કહેવાય, તે બગીચાઓમાં જ્યાં પુણે અને ફળેથી શેભી રહેલાં ઘણું વૃક્ષે હય, જેમાં કીડા કરવાને પુષ્પલતાઓનાં ઘર બનાવ્યાં હિય, જેની અંદર ગરમીની મોસમમાં આવીને સ્ત્રી-પુરુષે કીડા કરતા હોય, ઉત્સવાદિમાં ઉજાણી કાઢીને ઘણુ માણસે જેને ઉપભોગ કરતા હોય, તથા જે નગરની નજીકમાં હોય તે ઉદ્યાન કહેવાય, તે ઉદ્યાનમાં -*- - * મેરિકા

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170