________________
!૮૭ |
ઉપર લાગેલા જે પાણીના બિંદુઓ, તેઓના સમદાય વડે જાણે આભૂષણયુક્ત થયું હોયની ! એવું એટલે
કમળનીઓના પાંદડાં નીલરત્ન જેવાં શોભે છે, અને તેઓ ઉપર લાગેલા જળના બિન્દુઓ મોતી જેવાં છે, * તેથી નલરત્નમાં જાણે મોતી જડ્યા હોયની ! એવા પ્રકારના જાણે આભૂષણયુક્ત તે પાસવર આશ્ચર્યકારી લાગે છે. વળી તે પાસવર કેવું છે?—
હૃદય અને તેને પ્રેમ ઉપજાવનારું, સરવરેને વિષે પૂજનીય, અને તેથી જ રમણીય, આવા પ્રકારના પાસવર નામના સરોવરને વિશલા ક્ષત્રિયાણી દેખે છે ( ૧૦ ) છે કે ૪ર છે
ત્યાર પછી અગીયારમે સ્વને ત્રિશલા ક્ષત્રિયાણ ક્ષીરસમુદ્રને દેખે છે. તે ક્ષીરસમુદ્ર કે ?ચન્દ્રમાના કિરણોને જે સમૂહ, તેના સરખી અતિ ઉજવલપણે મધ્યભાગની શોભાવાળો, ચારે દિશાના માર્ગોમાં અતિશય વધતા પાણીના સમૂહવાળા, અર્થાત તે સમુદ્રમાં ચારે દિશાએ અગાધ જલપ્રવાહ છે. વળી તે ક્ષીરસમુદ્ર કેવો છે ?–અતિશય ચ ચલ અને ઘણું ઉચા પ્રમાણના જે કલેલો એટલે મે જાઓ, તેઓ વડે વાર વાર એકઠ થઈને જુદુ પડતુ છે પાણી જેનું એવો, સખત પવનના આઘાતથી ચલાયમાન થયેલા અને તેથી જ ચપલ બનેલા જે પ્રગટ તરગો, આમ તેમ નાચી રહેલા જે ભાગે એટલે તરંગવિશે,
તથા અતિશય ક્ષેશ પામતી એટલે ભયજત થયેલી હાયની ! તેમ ચારે બાજુએ અથડાતી, અને તેથી જ શોભી રહેલી, સ્વચ્છ અને ઉછાળા મારતી તે ઉમિઓ એટલે મોટા મોટા લેલે અર્થાત્ સમુદ્રના લેટ, આવી રીતના તરંગો ભાગો અને ઉમિઓ સાથે જે સબંધ, તે વડે કાંઠા તરફ દોડતો અને કાંથી પાછો ફરતો થકે અત્ય ત દેદીપ્યમાન અને દેખનારાઓને પ્રેમ ઉપજાવનાર, મેટા મગરમચ્છ,
૫ ૮૭ ?