________________
|
૩
Uી.
મંગલકાર એટલે હૃદયના શોકાદિને નાશ કરનાર, મિત એટલે જેમાં શબ્દો છેડા અને અર્થ ઘણે નીકળે એવી, સાંભળતા જ કાનને સુખ ઉપજાવનારી, અને સુંદર લાલિત્યયુક્ત વર્ણોવાળી વાણી વડે બોલતા તે સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું કે- છે પ૧ છે
હે દેવાનુપ્રિયે ! તે પ્રશસ્ત સ્વનિ દેખ્યાં છે હે દેવાનુપ્રિય ! તે કલ્યાણરૂપ સ્વ દેખ્યા છે એવી રીતે ઉપદ્રવોને હરનારા, ધનના હેતુરૂપ, મંગલરૂપ, શોભા સહિત. આરોગ્ય સ તોષ, લાંબુ આયુષ્ય, કલ્યાણ અને વાચ્છિત ફલના લાભ કરનારા એવા તે સ્વમ દેખ્યા છે. હવે તે સ્વમાઓનુ ફલ કહે છે, તે આ રીતે–
હે દેવાનુપ્રિયા રત્ન સુવર્ણાદિ અર્થને લાભ થશે દેવાનુપ્રિયા ! ભેગને લાભ થશે દેવાનુપ્રિયા ! પુત્રને લાભ થશે. દેવાનુપ્રિયા ! સુખને લાભ થશે. દેવાનુપ્રિયા ! રાજ્યને લાભ થશે આ રીતે સામાન્ય પ્રકારે ફળ કહીને હવે વિશેષ પ્રકારે મુખ્ય ફળ કહે છે
હે દેવાનુપ્રિયા ! નિશ્ચયથી તુ નવ માસ પૂરેપૂરા થયા બાદ અને સાડા સાત દિવસ ગયા બાદ, આવા પ્રકારના પુત્રને જન્મ આપીશ. કેવા પ્રકારના પુત્રને? તે કહે છે– આપણા કુળને વિષે દવજ સદશ અર્થાત્ અતિ અભૂત, આપણા કુળને વિષે દીપક સદશ પ્રકાશ કરનાર તથા મગળ કરનાર, કુળને વિષે પર્વત સમાન, અર્થાત્ પર્વતની પેઠે સ્થિર તથા જેને કોઈ પણ દુશમન પરાભવ ન કરી શકે એવે, કુળને વિષે ઉત્તમ હોવાથી મુગટ સમાન, કુળને ભૂષિત કરનારો હોવાથી તિલક સમાન, કુળની કીતી કરનાર, કુળને નિર્વાહ કરનારો, કુળને વિષે અતિશય પ્રકાશ કરનારે હોવાથી સૂર્ય સમાન, પૃથ્વીની પેઠે કુળને આધાર કુળની વૃદ્ધિ કરનારે, સર્વ દિશાઓમાં કુળની ખ્યાતિ કરનારે, કુળને વિષે
| / ૯૩