________________
ના
=
=+
* સવામી ! આ બાળકે જન્મતાં જ અમને તપ કેમ કર્યો ? ધરણે કહ્યું કે-હે રાજન! આ બાળક પૂર્વ
ભવમાં કઈ વણિકને પુત્ર હતા, બાલ્યાવસ્થામાં જ તેની માતા મરણ પામી હતી અને તેથી તેની સાવકી માતા ઘણું દુઃખ હતી. એક વખતે તેણે પોતાના મિત્રને પિતાનું દુ ખ કહી સંભળાવ્યું. મિત્રે ઉઠેશ આપે કે-ભાઈ તે પૂર્વજન્મમાં તપ કર્યો નથી, તેથી તારે આવી રીતે પરાભવ પામવું પડે છે. ત્યારપછી તેણે યથાશક્તિ તપ કરવા માંડશે. એક દિવસ તેણે મનમાં વિચાર કર્યો કે આવતા પર્યુષણ પર્વમાં અઠ્ઠમ તપ અવશ્ય કરીશ” એમ વિચારી તે એક ઘાસની ઝુંપડીમાં સૂતો. આ વખતે તેની સાવકી માતાએ અવસર મળવાથી નજીકમાં સળગતા અગ્નિમાંથી એક તણખે લઈ તે ઝુંપડીમાં નાંખે, તેથી તે ઝુંપડી સળગી ઉઠવાથી તે પણ બળીને મરણ પામ્યા, અને એમના દયાનથી તે આ શ્રીકાંત શેઠને પુત્ર થયે, અને તેથી તેણે પૂર્વજન્મમાં ચિંતવેલે અમ તપ હમણાં કર્યો. આ મહાપુરૂષ લઘુમે છે, વળી આ ભવમાં જ મેક્ષગામી છે, માટે તમારે તેને પ્રયત્નપૂર્વક પાળો. વળી આ મહાત્મા તમને પણ મહાન ઉપકાર કરનારે થશે.
=%
—–
એ પ્રમાણે કહી નાગરાજ ધરણેન્દ્ર પિતાને હાર તે બાળકના કંઠમાં નાખી પિતાને સ્થાનકે ગયે. ત્યાર પછી સગાઓએ શ્રીકાંતનુ મૃતકાર્ય કરીને તે બાળકનું નામ “નાગકેતુ' પાડયું. પછી અનુક્રમે તે બચપણથી જ જિતેન્દ્રિય થઈને પરમ શ્રાવક થયે.