Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેવું જોઈએ, જે મનુષ્ય સંયત છે, તે બે પ્રકારના છે–પ્રમત્ત અને અપ્રમત્ત. કેમકે પ્રમત્ત અને અપ્રમત્ત બન્ને પ્રકારના મનુષ્યમાં તેલેશ્યા મળી આવે છે, પણ તેને લેશ્યાવાળા માણસમાં સરગ સંયત અને વીતરાગ સંયત એ બે ભેદ નથી થઈ શકતા, કેમકે તેજલેશ્યાને વીતરાગ સંયતમાં સંભવ નથી હતા. તે સરાગ સંયમાં જ મળી આવે છે, એવી સ્થિતિમાં તેજલેશ્યાવાળાના બે ભેદ કરવા અનુચિત છે. | તેજલેશ્યામાં વાવ્યનનું કથન અસુરકુમારની સમાન સમજી લેવું જોઈએ તેથી જ તેજલેશ્યાના વિષયમાં વાન વ્યક્તોના માયી મિથ્યાદષ્ટિ ઉ૫૫નક અને અમારી સમ્યદૃષ્ટિ ઉપપનક આ બે ભેદ રાખવા જોઈએ. કેમકે તે લેશ્યાવાળા વાનવ્યન્તરોમાં પણ અસંજ્ઞી જીવને ઉત્પાદ નથી થતું.
એ પ્રકારે જતિષ્ક અને વૈમાનિક પણ તેજલેશ્યાના વિષયમાં માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક અને અમાયી સમ્યગ્દષ્ઠિ ઉપપનકના ભેદથી બે પ્રકારના હોય છે, તેમના સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત ભેદ નથી પડતા. એ સમ્બન્ધમાં યુક્તિ પૂર્વવત સમજી લેવી જોઈએ.
શેષ આહાર-શરીર, ઉચ્છવાસ, કર્મ, વેદના તેમજ ઉપપત આદિ પૂર્વોક્ત અસુર કુમારેના જ સમાન સમજવા.
એ પ્રકારે પલેશ્યા પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે જે જીમાં પડ્યૂલેશ્યા હોય છે, તેમાં તેમનું કથન કરવું જોઈએ, અન્યમાં નહીં. એ પ્રકારે પંચેન્દ્રિય તિયામાં, મનુષ્યમાં અને વૈમાનિક દેવોમાં જ પલેશ્યા હોય છે, તેથી જ તેમનામાં કહેવી જોઈએ.
શુકલતેશ્યા પણ પલેશ્યાની સમાન જ છે પણ તે જેમાં કહેવી જોઈએ, જેમાં તેને સદ્ભાવ છે, અન્યમાં નહીં. એ પ્રકારે જે ઔધિક ગમ કહ્યો છે, તે જ અહી કહેવા જોઈએ. પૂર્વોક્તને જ સ્પષ્ટ કરતા કહે છે–પદ્મશ્યા અને શુભેચ્છા પંચેન્દ્રિય તિર્યોમાં અને વૈમાનિકોમાં જ કહેવી જોઈએ, તેમનાથી ભિન્ન અન્ય જીવમાં નહીં શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત
પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની વ્યાખ્યાને લેશ્યાપદનો પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૫