Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉદય નથી રહેતા, ત્યારે તે ભવનવાસી પણ નથી રહે અને ત્યારે ભવનવાસીના ભવથી ઉદ્ભવન કરે છે. એજ પ્રકારે વૈમાનિક પર્યન્ત અધાના વિષયમાં કહેવુ' જોઈ એ. આ કથનમાં વિશેષતા એટલી છે કે નૈતિક દેવ અને વૈમાનિક દેવાને માટે ઉદ્ભવ'ન' શબ્દને પ્રયેગ નથી કરાતા, તેમના માટે ચવન' શબ્દના પ્રયોગ કરવા જોઇએ.
એ પ્રકારે આગામીભવના આયુને ઉદય થતાં જીવ વર્તમાન ભવથી ઉવૃત્ત થાય છે અને જે ભવસ બન્લી આયુના ઉદય હાય, તે જ નામથી તેના વ્યવહાર થાય છે, જેમ નરકયુના ઉદ્દય થતાં જીવ નારક કહેવાવા લાગે છે. એ ષ્ટિથી નારકાથી તે જીવનુ ઉદ્ભવતન થાય છે, જે નારક ન હાય અર્થાત્ જેના નરકયુના ઉદય ન રહી ગયા હૈાય. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવાથી તેમનું જ ઉદ્ભવન થાય છે. જે અસુરકુમાર આદિ ન રહી ગયા હોય ફલિતા એ છે કે જે આગામી ભવના આયુના ઉદય થઈ ગયે હાય, જીવ તેજ આયુના નામે વ્યવહત થાય છે અને તેનું જ ઉદ્ભવતન થાય છે, ઊદાહરણ-કેાઈ મનુષ્ય નરકાયુના બંધ પહેલાં કરી ચૂકેલે છે અને આ સમયે મનુષ્યયુનું વેદન કરી રહેલ છે. જ્યાં સુધી તેના મનુષ્યાયુને ઉદય છે ત્યાં સુધી તેનું મૃત્યુ નથી થતું અને જ્યારે મનુષ્યયુ સમાપ્ત થઈને નરકાયુના ઉય થઈ જાય છે ત્યારે તે નરકમાં જાય છે, એ પ્રકારથી નરકયુને ઉદય થતાં તે નારક કહેવાવા લાગે છે. અને તેજ જીવ નરકભવમાં ઉત્પન્ન થાય છે. એ માટે આ કહેવું છે કે, નારક જ નારામાં ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે નરકમાંથી નિકળીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાર જીવની વિગ્રહ ગતિમાં જ મનુષ્યાયુના ઉદય થઈ જાય છે, તેથી એમ કહેવાય છે કે મનુષ્ય જ મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. એજ વાત ઉદ્ભવનના સબન્ધમાં પણ સમજી લેત્રી જોઈએ,
હવે કૃષ્ણલેશ્યાને લઈને ઉત્પાદ અને ઉનાની પ્રરૂપણા કરાય છે—
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું કૃષ્ણલેશ્યાવાળા નારયિક કૃષ્ણુલેશ્યાવાળા નૈયિકામાં ઉત્પન્ન થાય છે અને શુ કૃષ્ણુલેશ્યાવાળા જ નૈરયકાથી ઉવૃત્ત થાય છે ? પુષ્ટિને માટે પ્રકારાન્તરથી એજ પ્રશ્ન પુનઃ કરાયેલ છે-શુ' જીવ જેલેશ્યાવાળા ઉત્પન્ન થાય છે, એજ વૈશ્યાવાળા રહીને ઉર્જાવન કરે છે
શ્રી ભગવાન-હે ગૌતમ ! હા, સત્ય છે. કૃષ્ણલેશ્યાવાળા નારક કૃષ્ણવેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થાય છે અને કૃષ્ણવેશ્યાવાળા જ ત્યાંથી ઉદ્ભવૃત્ત થાય છે અર્થાત્ નિકળે છે. એજ કથનનુ સ્પષ્ટીકરણ કરાય છે—જેલેશ્યાવાળા થઈ ને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાવાળા બનીને ઉન કરે છે. એ પ્રકારે કુલેશ્યાવાળા થઈ ને કૃષ્ણઙેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થાય છે, કોઈ બીજી લેશ્યાથી યુક્ત થઇને નહીં જે પ ંચેન્દ્રિય તિય ઇંચ અથવા મનુષ્ય નરકાયુને અંધ કરી ચૂકેલા છે અને નરકમાં ઉત્પન્ન થનારા છે, તે ક્રમે કરીને પંચેન્દ્રિય તિય ચાયુ અથવા મનુષ્યાયુના પુરી રીતે ક્ષય થયેથી અન્તર્મુહૂત પહેલાં તે લેશ્યાથી યુક્ત થઈ જાય છે. જેલેશ્યાવાળા નરકમાં ઉત્પન્ન થનાર છે. એજ લેશ્યાથી પરિણત થાય છે, તપશ્ચાત્ એજ અપ્રતિપતિત પરિણામથી નરકયુનુ વેદનકરે છે. તેથી જ કૃષ્ણવેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકોમાં ઉત્પન્ન થાય છે, અન્ય લેશ્યાવાળા કૃષ્ણલેશ્યાવાળા નારકમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૬૦