Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહીં વિશેષતા એ છે કે શર્કરામભા પૃથ્વીના નારક પણ અનન્તર ઉદ્વર્તન કરીને બલદેવ પદવી મેળવે છે.
વાસુદેવ પદવી પણ બળદેવ પદવી સમાન કહેવી જોઈએ. તાત્પર્ય એ છે કે જેવા રત્નપ્રભા અને શરામભા પૃથ્વીના કોઈ નારક બળદેવ થઈ શકે છે, એજ પ્રકારે વાસુદેવ પણ થઈ શકે છે. એ જ પ્રકારે અનુત્તર વિમાનને છોડીને શેષ વિમાનના વૈમાનિક પણ પોતપોતાના ભાવથી શ્રુત થઈને વાસુદેવત્વ પ્રાપ્ત કરી શકે છે. શેષ થી આવેલા જીવ વાસુદેવત્વ નથી પ્રાપ્ત કરતા, અર્થાત્ વાલુકાપ્રભા આદિ પાંચ પૃથિવિયેથી તિર્ય
નિકોથી, મનુષ્યોથી તથા વિજ્ય, વૈજયન્ત, જયન્ત આદિ પાંચ અનુત્તર વિમાનોથી આવેલા જીવ અન્તર ભવથી વાસુદેવ પણું નથી પ્રાપ્ત કરી શકતા.
માંડલિક પદ તમામ પ્રભા પૃથ્વી, તેજસ્કાયિક અને વાયુકાયિક ભવેને છોડીને શેષ બધા ભથી અનન્તર ઉદ્વર્તન કરીને આવેલા જીવ પ્રાપ્ત કરે છે.
સેનાપતિરત્ન, ગાથાપતિ રત્ન, વાઈકીરત્ન, પુરોહિતરન અને સ્ત્રીરત્નના વિષયમાં પણ એ પ્રકારે સમજવું જોઈએ, અર્થાત્ માંડલિકત્વના સમાન સાતમી પૃથ્વી, તેજસ્કાય અને વાયુકાય તેમજ અનુત્તરૌપપાતિક દેવેને છોડીને બાકીના બધા સ્થાનેથી અનન્તર ઉદ્વર્તન કરીને આવેલા જીવ પ્રાપ્ત કરી શકે છે. એજ આગળ કહે છે–પૂર્વની અપેક્ષાએ વિશેષતા એ છે કે અનુત્તરીપ પાતિકને છોડીને શેષ અનન્તર ઉદ્વર્તન કરીને સેનાપતિરન આદિ થઈ શકે છે.
ચક્રવર્તીના અશ્વરત્ન તેમજ હરિન પદ રત્નપ્રભા પૃથ્વીથી લઈને નિરન્તર સહ. સાર દેવકના દેવે સુધીના અનન્તર ઉદ્વર્તન કરીને પ્રાપ્ત થઈ શકે છે. તેમનામાંથી કઈ તેને પ્રાપ્ત કરે છે કોઈ નથી કરતા,
ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરત્ન, અસિરત્ન, મણિરત્ન અને કાકણીરત્ન તેમ અસુરકુમારથી જોડીને નિરન્તર નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર, વાનચન્તર, જતિષ્ક તથા સૌધર્મ, અશાન દેવલેથી ઉપપાત થઈ શકે છે, એમના સિવાય અન્ય ભાવથી અનન્તર ઉદ્વર્તન કરીને આવેલા જેને માટે નિષેધ કર જોઈએ. અર્થાત્ અસુરકુમારાદિ ભવનપતિ, વાતવ્યન્ત, તિબ્બો, અને સૌધર્મશાન દેવલેકેના વૈમાનિને છોડીને બાકીનાના ઉદ્દવર્તન પછી ચક્રરત્ન આદિના રૂપમાં ઉત્પાદ થ સંભવિત નથી
૨નદ્વાર સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૯૯