Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સદશ શુજ પુદ્ગલોના સમૂહથી રચિત થાય છે.
તેજથી અર્થાત્ તૈજસ પુદ્ગલથી જે બને છે, તે તૈજસશરીર કહેવાય છે. આ શરીર ખાધેલા આહારના પરિણમનનું કારણ હોય છે અને ઉમરૂપ હોય છે. આ શરીરના નિમિત્તથી જ વિશિષ્ટ તપસ્વી પુરૂષના શરીરથી તેજનું નિમર્ગમ થાય છે. કહ્યું પણ છે-જે શરીર બધા સંસારી નું હોય છે. શરીરની ઉષ્ણતાથી જેની પ્રતીતિ થાય છે, જે આહારને પચાવીને તેને રસ આદિ રૂપમાં પરિણત કરે છે અથવા જે તૈજસ લબ્ધિના નિમિત્તથી ઉત્પન્ન થાય છે, તે તેજસૂશરીર કહેવાય છે
એજ પ્રકારે જે શરીર કર્મથી ઉત્પન્ન થાય તે અથવા જે કમને વિકાર હોય તે તે કાર્મણશરીર કહેવાય છે. એ જ પ્રકારે કર્મ પરમાણુ જ આત્મપ્રદેશની સાથે દૂધ-પાણીની જેમ એકમેક થઈને પરસ્પર મળીને શરીરના રૂપમાં પરિણત થઈ જાય છે, તે કર્મણશરીર કહેવાય છે. કહ્યું પણ છે-કાર્માણશરીર કર્મોને વિકાર (કાર્ય છે તે આઠ પ્રકારના કર્મોથી નિપન્ન થાય છે. આ શરીર બી 1 બધા શરીરોનું કારણ છે એમ જાણવું જોઈએ, જેના
એ પ્રકારે કામણ શરીરને ઔદારિક આદિ બધાં શરીરનું કારણ સમજવું જોઈએ, સંસાર પ્રપંચ રૂપી અંકુરનું બીજ આ કાર્મણ શરીર જ છે. જ્યારે તેનો સમલઉ છેદ થઈ જાય છે, ત્યારે શેષ શરીરને પ્રાદુર્ભાવ થતા નથી, તેજસુ અને કાશ્મણશરીરની સાથે
જ્યારે મૃત્યુ સ્થાનનો ત્યાગ કરીને પિતાના નવીન જન્મની જગ્યાએ જાય છે, કર્મ પુદ્ગલેના અત્યન્ત સૂક્ષ્મતાના કારણે આ બન્ને શરીરોથી યુક્ત થતા જીવ પણ આથી દેખાતું નથી. કહ્યું છે કે–ભવદેડ વચમાં (મરણ અને જન્મના મધ્યકાળમાં) પણ રહે છે પણ સૂક્ષ્મ હોવાના કારણે શરીરથી નિકળતા છતાં અથવા પ્રવેશ કરતો હોય છતાં દેખાતું નથી. ૧n
હવે ઔદારિક શરીરના ભેદની પ્રરૂપણ કરાય છેશ્રીગૌતમસ્વામી–હે ભગવન્! દારિક શરીર કેટલા પ્રકારના કહ્યાં છે?
શ્રીભગવાન-હે ગૌતમ! ઔડારિક શરીર પાંચ પ્રકારના કહ્યાં છે. તે આ પ્રકારે(૧) એકેન્દ્રિયનું દારિક શરીર (૨) દ્વીન્દ્રિયનું દારિક શરીર (૩) ત્રીન્દ્રિયનું ઔદા. રિક શરીર (૪) ચતુરિન્દ્રિયનું ઔદારિક શરીર (૫) પંચેન્દ્રિયનું દારિક શરીર.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન-એકેન્દ્રિય દારિક શરીર કેટલા પ્રકારનાં છે?
શ્રીભગવાન હે ગૌતમ! એ કેન્દ્રિય-દારિક શરીર પાંચ પ્રકારના હોય છે, જેમ(૧) પૃથ્વીકાયિક એકેન્દ્રિય-દારિક શરીર (૨) અકાયિક–એકેન્દ્રિય-દારિક શરીર (૩) તેજસ્કાયિક–એકેન્દ્રિય દારિક શરીર (૪) વાયુકાયિક-એકેન્દ્રિય-દારિક શરીર (૫) અને વનસ્પતિકાયિક-એકેન્દ્રિય દારિક સરીર.
શ્રીૌતમસ્વામી-હે ભગવદ્ ! પૃથ્વીકાયિક-એકેન્દ્રિય-દારિકશરીર કેટલા પ્રકારના છે. શ્રીભગવાન હે ગતમબે પ્રકારના છે, જેમકે સૂક્ષમ પૃથ્વીકાયિકનું શરીર અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૧૧