Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એજ પ્રકારે મહેન્દ્ર કલ્પમાં જઘન્ય અંગુલના અસંખ્યતમા ભાગની અને ઉત્કૃષ્ટ છે હાથની અવગાહના છે. અવગાહનાના છ હાથનું જે પ્રમાણે કહેલું છે તે સાત સાગરોપ મની સ્થિતિવાળા દેવાની અપેક્ષાએ સમજવું જોઈએ. જે દેવેની સ્થિતિ બે સાગરોપમથી છ સાગરોપમ સુધીની છે, તેમની અવગાહના આ પ્રકારે છે-સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં જે દેવની સ્થિતિ બે સાગરોપમની છે, તેમની ભવધારણીય અવગાહના પૂર્ણ સાત હાથની હોય છે. જેમની સ્થિતિ ત્રણ સાગરોપમની છે, તેમની અવગાહના છ હાથની અને એક હાથ જ ભાગની છે જેમની સ્થિતિ ચાર સાગરોપમની છે, તેમની છ હાથ અને એક હાથના ની છે. જેમની સ્થિતિ પાંચ સાગરોપમની છે, તેમની સ્થિતિ છ હાથ અને એક હાથના તે ભાગની છે, જેમની સ્થિતિ છ સાગરોપમની છે. તેમની અવગાહના છ હાથ અને જે ભાગની છે, જેમની સ્થિતિ પુરા સાત સાગરોપમની છે, તેમની પુરી છ હાથની અવગાહના છે. કહ્યું પણ છે–સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં જે દેવની સ્થિતિ ત્રણ સાગરોપમની છે, તેમની અવગાહના છ હાથની અને એક હાથના ભાગની હોય છે. તત્પશ્ચાત્ પ્રત્યેક એક સાગરોપમની સ્થિતિમાં એક એક ભાગ છે થઈ જાય છે યાવત્ સાત સાગરોપમની સ્થિતિવાળાઓની અવગાહના પુરા છ હાથની હોય છે.
બ્રહ્મક લાન્તક ક૯પમાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરવગાહના પાંચ હાથની જાણવી જોઈએ. આ પાંચ હાથની જે શરીરવગાહના કહી તે લાન્તક કપમાં ચૌદ સાગરેગમની સ્થિતિવાળા દેવેની અપેક્ષાથી સમજવી જોઈએ. અન્ય પ્રકારની સ્થિતિવાળાઓમાં, જે
ની બ્રાલેક કલપમાં સાત સાગરેમની સ્થિતિ છે, તેમની ભવધારણીય અવગાહના પરા છ હાથની હોય છે. જેમની સ્થિતિ આઠ સાગરોપમની છે. તેમની અવગાહના પાંચ હાથ અને જે હાથની હોય છે. જેમની સ્થિતિ નવ સાગરોપમની હોય છે, તેમની પાંચ હાથ માં હાથની અવગાહના છે. જેમની સ્થિતિ દશ સાગરેપની છે, તેમની અવગાહના પાંચ હાથ ની છે. લાન્તક કલ્પમાં પણ જે દેવેની સ્થિતિ દશ સાગરોપમની છે તેમની ઉત્કૃષ્ટ અવગાહના પાંચ હાથ કે હાથની હોય છે. જેમની સ્થિતિ અગીયાર સાગરોપમની છે. તેમની અવગાહના પાંચ હાથ પર હાથની હોય છે. જેની સ્થિતિ બાર સાગરેપમની છે. તેમની અવગાહના પાંચ હાથ અને જેની છે. જેમની સ્થિતિ તેર સાગરેપમની છે, તેમની સ્થિતિ પાંચ હાથ અને તે એક હાથના અગ્યારમા ભાગની હોય છે જેની સ્થિતિ ચૌદ સાગરોપમની છે, તેમની અવગાહના પૂરા પાંચ હાથની હોય છે. આ ભવધારણેય અવગાહનાનું પ્રમાણ છે.
મહાશુક અને સહસાર કપમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથની હોય છે. આ ચાર હાથની અવગાહના સહસ્ત્રાર ક૯પના અઢાર સાગરોપમની સ્થિતિવાળા દેવેની અપેક્ષાએ છે. અન્ય સ્થિતિવાળા દેવોમાંથી મહાશુક્ર કપમાં જે દેવેની સ્થિતિ ચૌદ સાગરોપમની છે. તેમની ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરવગાહના પૂરા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૫૮