Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 283
________________ ચતુરિન્દ્રિય જીવોના પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી બે-બે ભેદ છે, તે તૈજસશરીરના પણું એજ પ્રકારે બે-બે ભેદ થાય છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! પચેન્દ્રિયના તેજસશરીર કેટલા પ્રકારના કહ્યાં છે? શ્રીભગવાન ગૌતમ! પંચેન્દ્રિયના તૈજસશરીર ચાર પ્રકારના કહ્યાં છે. તે આ પ્રકારે–નરયિકના તેજસશરીર, તિના તેજસશરીર, મનુષ્યના તેજસશરીર અને દેવના તૈજસશરીર. તેમાંથી નારકના તેજસશરીરના બે ભેદ કહેવા જઈએ-પર્યાપ્ત નારકના તૈજસશરીર અને અપર્યાપ્ત નારકના તજસશરીર, જેવાં વેકિય શરીરના ભેદ કહ્યા છે. કિ-તુ પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યના તેજસશરીરના ભેદ એ જ પ્રકારે કહેવા જોઈએ જેવા તેને દારિશરીરના ભેદ કહ્યા છે. જેમ કે-પંચેન્દ્રિય તિર્યના તેજસશરીર ત્રણ પ્રકારનાં છે-જલચરના સ્થલચરના અને બેચરાના. જળચરોમાં પણ સંભૂમિ, ગર્ભ જ, પર્યાપ્ત, અપર્યાપ્ત ભેદ થાય છે. એમના ભેદથી તૈજસશરીરના પણ એજ પ્રકારે ભેદ સમજવા જોઈએ. સ્થલચર તિર્યંચના ભેદ બે છે–ચતુષ્પદ અને પરિસર્પ, ચતુષ્પદના સંમૂર્ણિમ. ગર્ભજ તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત એ પ્રકારના ભેદ છે. પરિસર્પના ઉરપરિસર્પ અને ભુજપરિસર્ષ એ રીતે બે ભેદ હોય છે, ઉર પરિસર્પના સંમૂર્ણિમ ગર્ભજ, પર્યાપ્ત તથા અપર્યાપ્ત ભેદ છે. ભુજપરિસર્પના પણ સંમૂછિ મ, ગજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ છે. બેચરના પણ સંમછિમ, ગર્ભ જ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ હોય છે. મનુષ્યના સંમૂઈિમ, ગર્ભજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ છે. એ પ્રકારે આ ભેદના અનુસાર તેજસ શરીરના પણ ભેદ સમજવા જોઈએ. દેના તેજસશરીરના ભેદ એ જ પ્રકારે જાણી લેવા જોઈએ, જેવા તેમના વૈક્રિયશરીરના ભેદ કહેલા છે. અસુરકુમારથી લઈને સર્વાર્થ સિદ્ધ સુધી દેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ હોય છે. તદનુસાર તેજસ શરીરના પણ ભેદ સમજી લેવા જોઈએ. અસુરકુમાર આદિ દશ ભાવનવાસિના ભૂત, યક્ષ, રાક્ષસ આદિ આઠ વાનગઃરેના, ચન્દ્ર સૂર્ય આદિ પાંચ તિષ્કના, સૌધર્મ, ઈશાન આદિ બાર કપ પપન ના કપાતીમાં નવ રૈવેયકે તથા પાંચ અનુત્તર વૈમાનિકોના દેવામાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્તક વિષયક બે-બે ભેદ કહી દે છે અને તેમના અનુસાર તૈજસશરીરના પણ ભેદ કહેવા જોઈએ. હવે તૈજસશરીરના સંસ્થાનની પ્રરૂપણા કરવાને માટે કહે છે– શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! તેજસશરીર કેવા સંસ્થાનવાળાં હોય છે? અર્થાત્ તૈજસશરીરને આકાર કે છે? શ્રીભગવાન–હે ગૌતમ! તેજસશરીર અનેક સંસ્થાનેવાળાં હોય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન એકેન્દ્રિય જીવોના તેજસશરીર કેવા સંસ્થાનના હોય છે? શ્રીભગવાન ગૌતમ ! એ કેન્દ્રિના તેજસશરીર અનેક સંસ્થાનાવાળાં હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305