Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચેથી પૃથ્વીને પાથડામાં સમજવું જોઈએ. તત્પશ્ચાત્ પાંચ ધનુષ અને વીસ અંગુલની પ્રત્યેક પાથડામાં વૃદ્ધિ કરવી જોઈએ. એ પ્રકારે વૃદ્ધિ કરતાં કરતાં સાતમા પાથડામાં બાસઠ ધનુષ અને બે હાથની અવગાહના થાય છે.
હવે ચોથી પૃથ્વીની ઉત્તરક્રિય અવગાહનાનું પ્રમાણુ કહેવાય છે –
પંકપ્રભા પૃથ્વીના નારકેની ઉત્તરક્રિય અવગાહનાનું પ્રમાણ એક પચ્ચીસ ધનુષ જાણવું જોઈએ. આ અવગાહના સાતમા પાથડામાં મળે છે. અન્ય પાથડાઓમાં પોતપોતાના ભવધારણીય શરીરની અવગાહનાથી બમણી–બમણી અવગાહના સમજી લેવી જોઈએ.
પાંચમી પૃથ્વીના નારકેના શરીરની અવગાહનાનું પ્રમાણ બતાવે છે
ધૂમપ્રભા પૃથ્વીના નારકની ભવધારણીય શરીરવગાહને એક પચીસ ધનુષની સમજવી જોઈએ, આ અવગાહને પાંચમાં પાથડાની અપેક્ષાએ કહેલી છે. પ્રથમ પાઘડામાં બાસઠ ધનુષ અને બે હાથ, બીજા પાથડામાં અઠોતેર ધનુષ અને એક વિતતિ (વંત) ત્રીજા પાથડામાં ત્રાણું ધનુષ અને ત્રણ હાથ, ચોથા પાથડામાં એકસો નવ ધનુષ, એક હાથ અને વિતસ્તિ, તથા પાંચમાં પાવડામાં, પૂર્વોક્ત પ્રમાણ વાળી અવગાહના હોય છે. એ પ્રકારે પહેલા પાથડામાં અવગાહનાનું જે પ્રમાણુ બતાવ્યું છે, તેમાં અનુક્રમથી પંદર ધનુષ તથા અઢી હાથ મેળવતા જવાથી આગળ-આગળના પાડાઓની અવગાહનાનું પ્રમાણુ નિકળી આવે છે. કહ્યું પણ છે
ચોથી પૃથ્વીના સાતમા પાથડામાં નારફ શરીરની જેટલી અવગાહના કહી છે, તેટલી જ પાંચમી પૃથ્વીના પ્રથમ પાઘડામાં સમજવી જોઈએ. તત્પશ્ચાત્ પંદર ધનુષ અને અઢી હાથની પ્રત્યેક પાથડામાં વૃદ્ધિ કરવી જોઈએ. આ પ્રકારે વૃદ્ધિ કરવાથી પાંચમા પાથડામાં એક પચીસ ધનુષની અવગાહના થાય છે.
હવે પાંચમી પૃથ્વીના નારકોના ઉત્તરકિય શરીરની અવગાહનાનું કથન કરાય છે
ધૂમપ્રભા પૃથ્વીના નારકોની ઉત્તરક્રિય અવગાહના અઢીસો ધનુષની સમજવી જોઈએ. આ પરિમાણ પાંચમા પાથડાની અપેક્ષાથી છે. અન્ય પાથડઓમાં પિતાપિતાના ભવધારણીય અવગાહનાના પ્રમાણુથી બમણું –બમણું અવગાહનાનું પ્રમાણ જાણવું જોઈએ.
હવે છઠ્ઠી પૃથ્વીના નારકની અવગાહનાનું પ્રમાણ કહેવાય છે
તમાનામક ઇટ્રો પૃથ્વીમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અઢીસે ધનુષની હોય છે. આ અવગાહનાનું પરિમાણ ત્રીજા પાથડાની અપેક્ષાથી છે. પહેલા પાથડામાં એકસો પચ્ચીસ ધનુષની, બીજા પાઘડામાં એક સાડીસત્યાસી ધનુષની, ત્રીજા પાથડામાં પૂર્વોક્ત પ્રમાણુ વાળી અવગાહના સમજવી. પહેલા પાથડામાં અવગાહનાનું જે પરિમાણુ કહેલું છે, તેમાં સાડા બાસઠ ધનુષ પ્રત્યેક પાથડામાં સંમિલિત કરવાથી ત્રીજા પાથડામાં ઉપયુક્ત પરિમાણુ સિદ્ધ થઈ જાય છે. એ પ્રકારે પહેલા પાથડામાં અવગાહનાનું જે પરિમાણ બતાવેલું છે તેમાં ઊપરના પથડામાં સાડા બાસઠ દરેકમાં વધારવાથી ત્રીજા પાથડામાં ઉલિખિત પ્રમાણુ નિપજ થાય છે. કહ્યું પણ છે-પાંચમી પૃથ્વીના પાંચમાં પાઘડામાં અવગાહનાનું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૫૫.