Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રતનપ્રભા પૃથ્વીના પ્રથમ પાથડામાં ત્રણ હાથની શરીરની ઊંચાઈ કહી છે. પછી પ્રત્યેક પાથડામાં સાડા છપ્પન અંગુલની ઊંચાઈ વધતી જાય છે. ૧
એ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ પાથડામાં કહેલ ત્રણ હાથની વેકિયશરીરવગાહનાના પરિમાણમાં સાડા છપન આગળ આગળ આગળ જોડવાથી પૂર્વોક્ત તેરે પાડાની અવગાહના નિકળી આવે છે.
રત્નપ્રભા પૃથ્વીના નારની ઉત્તરક્રિયશરીરવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની હોય છે અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ તથા અઢી હાથની હોય છે. અહીં એ ધ્યાન રાખવું કે ઉત્તરક્રિયશરીરવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાભાગની હોય છે, અસં.
ખ્યાતમાભાગની નથી હોતી, કેમકે ઉત્પત્તિના પ્રથમ સમયમાં પણ ઉત્તક્રિયશરીરવગાહના અંગુલના સંખ્યાતમાભાગની જ મળી આવે છે. અન્યત્ર કહેલું છે કે
ઉત્તરક્રિય અવગાહુના વિશિષ્ટ પ્રયત્ન કરવાથી પ્રથમ સમયમાં પણ અંગુલના સંખ્યામાભાગ માત્રની હોય છે. ઉત્કૃષ્ટ ઉત્તરક્રિયશરીરવગાહના તેરમા પાથડામાં મળી આવે છે. બીજા પાથડાએ માં પૂર્વોક્ત ભવધારણીય અવગાહનાના પરિણામથી બમણ અવગાહના સમજી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શર્કરામભા પૃથ્વીના નારકેની વૈક્રિયશરીરની અવગા હના કેટલી મોટી કહી છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! શર્કરા પ્રભા પૃથ્વીના નારકની અવગાહના પણ બે પ્રકારની છે–ભવધારણીય અને ઉત્તરકિય એ બન્નેમાંથી ભવધારણીય અવગાહના છે. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગની અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ તથા અઢી હાથની સમજવી જોઈએ. આ ઉત્કૃષ્ટ અવગાહનાનું પરિમાણે અગીયારમાં પાથડાની અપેક્ષાથી સમજવું જોઈ એ. અન્ય પાથડાઓમાં એટલી અવગાહના હેવાને સંભવ નથી.
એ પ્રકારે શર્કરામભાના પ્રથમ પ્રસ્તર (પાથડા)માં સાત ધનુષ, ત્રણ હાથ અને છે અંગુલનો, બીજા પાથડામાં આઠ ધનુષ બે હાથ અને નવ આંગળી, ત્રીજા પાથડામાં નવ ધનષ, એક હાથ અને બાર આગળની, ચેથા પાથડામાં દશ ધનુષ, પંદર આંગળની, પાંચમા પાથડામાં દશ ધનુષ, ત્રણે હાથ અને અઢાર આંગળની છ પાઉડામાં અગીઆર ધનુષ બે હાથ અને એકવીસ આંગળની, સાતમા પાથડામાં બાર ધનુષ, ને બે હાથની, આઠમાં પાથડામાં તેર ધનુષ એક હાથ અને ત્રણ અંગુલની, નવમાં પાથડામાં ચૌદ ધનુષ, છ આગળની, દશમા પાથડામાં ચૌદ ધનુષ ત્રણ હાથ અને નવ અંગુલની તથા અગીયારમાં પાથડામાં પૂર્વોક્ત શરીરવગાહનાનું પ્રમાણ જાણવું જોઈએ.
એ પ્રકારે પ્રથમ પાથડામાં જે અવગાહનાનું પ્રમાણ કહેલું છે, તેમાં ત્રણ હાથ વધારે અને ત્રણ અંગુલી અધિક પ્રમાણે કહેલું છે તે જોડવાથી અવગ હવાનું પ્રમાણ થાય છે. એ જ પ્રકારે પ્રત્યેક પાથડામાં સમજી લેવું જોઈએ. કહ્યું પણ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૫૨