Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન્ હે ગૌતમ ! પંચેન્દ્રિય તિય ચાના શરીરના સસ્થાન છ પ્રકારના કહેલાં છે. તે આ પ્રકારે છે-કેાઇના 'સ્થાન સમચતુસ્ર હોય છે, ાઇના ન્યગ્રેધપરિમંડલ, કોઈના સાદિ (સ્વસ્તિ), કાઇના વામન કાઇના કુબ્જ૪ (કુખડા) અને કોઇના હુડ સસ્થાન, જે શરીરના ચારે ખૂણા સમ હોય તે સમચતુરસ્ર કહેવાય છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત પ'ચેન્દ્રિય તિય ચાના ઔદારિકશરીર પણ સમુચ્ચય પ`ચેન્દ્રિય તિય ચાના શરીરના સસ્થાનોના સમાન જ સંસ્થાનવાળા હોય છે, અર્થાત્ કોઇ સમચતુરસ સંસ્થાનવાળા, કોઇ ન્યગ્રોધપરિમ ́ડલ સસ્થાનવાળા, કૈાઇ સાદિ સંસ્થાનવાળા, કેઇ વામન સંસ્થાનવાળા, કોઇ કુઞ્જક સંસ્થાનવાળા અને કોઇ હુંડ સંસ્થાનવાળા હોય છે. એ પ્રકારે સમુચ્ચય પર્યાપ્ત અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચાના ઔદ્યાકિશરીર છએ સંસ્થાનવાળા કહેવાં જોઈ એ, અર્થાત્ પ્રત્યેકના છ-છ આલાપક કહેવાં જોઈએ. છએ સંસ્થાનના અથ આ પ્રકારે છે
(૧) સમચતુરસ સંસ્થાન-જે શરીરની ચારે ખાજીના ચારે અસકેણુ કે વિભાગ સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં લક્ષણાનુસાર સમ હાય, તે શરીર સમચતુરસ્ર સસ્થાન કહેવાય છે અને એવાં સંસ્થાન સમચતુરસ્ર સસ્થાન કહેવાય છે.
(૨) ન્યગ્રોધપરિમ`ડલ સંસ્થાન—ન્યગ્રોધના અર્થ છે વડ. વટવૃક્ષ ઊપરના ભાગમાં વસ્તી અને નીચેના ભાગમાં સક્ષિપ્ત હેાય છે. એજ પ્રકારે નાભિના ઊપરના શરીરના અવયવપૂર્ણ પ્રમાણવાળા હાય અને નીચેના અવયવ સક્ષિપ્ત હોય, તે શરીરના આકાર ન્યગ્રોધપરિમંડલ કહેવાય છે.
(૩) સાદિ સસ્થાન-સાદિ' શબ્દમાં જે આદિ' અંશ છે તેનાંથી નાભિના નીચેના ભાગ લેવાય છે. તે નાભિના અધસ્તન ભાગરૂપ આદિની સાથે જે હોય તે સંસ્થાન સાદિ કહેવાય છે તાપય એ છે કે, નાભિની નીચેના ભાગ પ્રમાણુ યુક્ત હાય અને ઊપરતા ભાગ હીન હાય તે સાર્દિ સ'સ્થાન છે,
(૪) કુઞ્જક સંસ્થાન-જે આકારમાં મથું, ગર્દન, હાથ, પગ આદિ પ્રમાણેાપેત હાય, પરન્તુ વક્ષસ્થલ, ઉદર આદિનીચે હોય તે કુમ્ભક સ્થાન કહેવાય છે.
(૫) વામનસંસ્થાન—જેમાં છાતી, પેટ આદિ અંગ પ્રમાણયુક્ત હોય, પરન્તુ હાથ, પગ આદિ હીન હાય, તે વામનસ સ્થાન કહેવાય છે.
(૬) હુડકસ સ્થાન–જેમાં બધાં અંગોપાંગ ખેડોળ હોય, લક્ષણહીન હેય તેને હુ ડકસસ્થાન સમજવું. જેઈ એ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સમૂમિતિય પ્સેનિક પાંચન્દ્રિયના ઔદારિકેશરીર
કેવા આકારના કહ્યાં છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! સમૂમિતિયગ્યેાનિક પંચેન્દ્રિયાના ઔદારિકશરીર હુંડ સસ્થાનવાળાં કહ્યાં છે. એજ પ્રકારે સમૂમિ તિય ચાના પર્યાપ્ત અને અપર્યાપ્તના શરીર પણ હુંડસ સ્થાનવાળા જ હાય છે. એ પ્રકારે સમુચ્ચય સમૂમિ તિર્યંચ પચેન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૨૦