Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બળદેવ આદિ પદ્ધવિના ધારક થઈ શકે છે?
શ્રીગૌતમસ્વામી–ભગવદ્ ! શું પહેલી રત્નપ્રભા પૃથ્વીનાનારક રત્નપ્રભ પૃથ્વીના નારકેથી અનન્તર ઉદ્વર્તન કરીને ચક્રવર્તી થઈ શકે છે?
શ્રીભગવાન-ગૌતમ કોઈ ચક્રવતી થઈ શકે છે, કેઈ નથી થઈ શકતા.
શ્રીગૌતમસ્વામી–ભગવદ્ ! કયા કારણથી એમ કહેવાય છે કે કોઈ ચક્રવતી થઈ શકે છે અને કઈ નથી થઈ શક્તા ?
શ્રીભગવાન ગૌતમ! જેવા રત્નપ્રભા પૃથ્વીના નારકનું તીર્થકર થવું કહયું છે, એ જ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીના નારકેનું ચકવતી થવું સમજી લેવું જોઈએ. તાત્પર્ય એ છે કે, જેવું જે નારકે તીર્થકર નામકર્મ બદ્ધ, પૃષ્ટ, નિધત્ત, નિકાચિત, પ્રસ્થાપિત, નિવિષ્ટ અભિનિવિષ્ટ, અભિસમન્વાગત, ઉદીર્ણ અને અનુપશાન્ત કરેલ છે, તે તીર્થકરત્વને પ્રાપ્ત કરે છે અર્થાત્ તીર્થકર થાય છે, જે રત્નપ્રભા પૃથ્વીના નારકના તીર્થકર ગોત્રબદ્ધ નથી થયેલ યાવત્ ઉદયમાં નથી આવેલ પણ ઉપશાન્ત છે, તે તીર્થકર નથી થતા. એજ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીના જે નારકના ચક્રવતી નામ ગાત્ર આદિ ઉદયમાં આવેલ છે–ઉપશાન્ત નથી થયેલ તે ચકવ ર થાય છે, જે રત્નપ્રભા પૃથ્વીના નારકના ચક્રવતી નામ ગોત્ર આદિ બદ્ધ નથી થયેલ, ઉદયમાં નથી આવેલ, પરંતુ ઉપશાન્ત છે, તે ચક્રવર્તી નથી થતા
શ્રીગૌતમસ્વામી-ભગવદ્ ! શું શર્કરપ્રભાના નારક અનન્નર ઉદ્વર્તન કરીને ચક્રવતી પદ પ્રાપ્ત કરે છે?
શ્રીભગવાન –ગૌતમએ અર્થ સમર્થ નથી.
એ જ પ્રકારે શર્કરા પ્રભા પૃથ્વીના વિષયમાં જે કહયું છે તેના અનુસાર વાલુકા પ્રજા પૃથ્વીના નારક, પંકપ્રભા પૃથ્વીના નારક, ધૂમપ્રભા પૃથ્વીના નાક તમ પ્રભા પૃથ્વીના નારક, અને અધઃ સપ્તમ પૃથ્વીના નાક પણ પિતાપિતાના ભાવથી અનન્તર ઉદ્વર્તના કરીને ચકવતી પણું નથી પામતા, કેમકે એ ભવ ને સ્વભાવજ એ છે.
શ્રીગૌતમસ્વામી–ભગવન્! તિર્યનિક અને મનુષ્ય. તિર્યનિક અને મનુષ્યોથી અનન્નર ઉદ્વર્તન કરીને શું ચક્રવતી થઈ શકે છે?
શ્રીભગવાન ગૌતમ! આ અર્થ સમર્થ નથી એ પ્રકારે તિર્યાનિક અને મનુષ્ય અનન્તર ઉદ્વર્તન કરીને ચકવર્તીત્વ પ્રાપ્ત નથી કરી શકતા.
ગૌતમસ્વામી–ભગવન ! શું ભવનપતિ, વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક દેવ પોતપોતાના ભથી ઉદ્વર્તન કરીને ચક્રવતી થાય છે ?
શ્રીભગવાન-ગૌતમ! કઈ થાય કોઈ નથી થતા.
ચકવર્તાવની સમાન દેવબલત્વનું કથન પણ સમજવું જોઈએ, અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીના નારક ભવનપતિ, વનવ્યન્તર તિષ્ક અને વૈમાનિક તિપિતાના ભવેથી અનન્સર ઉદ્વર્તન કરીને અથવા ચુત થઈને બલદેવ થઈ શકે છે. કેઈ નથી થતા. પણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૯૮