Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ અર્થાત્ સંખ્યાત હજાર વર્ષ સુધી કીન્દ્રિય જીવ કીન્દ્રિય બની રહે છે. અને કહ્યું પણ છે-વિજકિંચિળ વાસણહરા લંકા, દ્વીન્દ્રિયોની સમાન ત્રીદ્રિય અને ચતુરિન્દ્રિય જીવ પણ જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ સંપાતકાળ સુધી ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પર્યાયથી યુક્ત રહે છે. અહીં સંખ્યાતકાળને અભિપ્રાય સંખ્યાતવર્ષ સમજ જોઈએ. ( શ્રી ગૌતમસ્વામી-હે ભગવન | પંચેન્દ્રિય જીવ કેટલા કાળ સુધી પંચેન્દ્રિય પર્યાયથી યુક્ત રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર સાગરોપમ સુધી પંચેન્દ્રિય જીવ નિરન્તર પંચેન્દ્રિય બની રહે છે. અહીં જે કાંઈક અધિક હજાર સાગરોપમ કહ્યું છે તે રવિક, તિર્યોનિક મનુષ્ય તથા દેવગતિ, આ ચારેમાં ભ્રમણ કરવાથી જાણવું જોઈએ. એનાથી અધિકાળ નથી થઈ શકત, કેમકે કેવળજ્ઞાનના દ્વારા પંચેન્દ્રિયને કાલ આટલે જાણવામાં આવ્યું છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અનિદ્રિય અર્થાત્ ઈન્દ્રિયોથી રહિત (સિદ્ધ) જીવ કેટલા સમય સુધી અનિન્દ્રિય બની રહે છે?
શ્રી ભગવાન -હે ગૌતમ! અનિદ્રિય જીવ અનિદ્રિયના રૂપમાં સાદિ અનન્તકાળ સુધી રહે છે. જે દ્રન્દ્રિય અને ભાવેન્દ્રિથી રહિત હોય, તે અનિન્દ્રિય કહેવાય છે. એ જીવ સિદ્ધ જ હોય છે અને સિદ્ધની સ્થિતિ સાદિ અનન્તકાળની હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન સ ઈન્દ્રિય પર્યાપ્ત જીવ સ-ઇન્દ્રિય પર્યાપ્તના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે?
શ્રી ભગવાન છે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પૃથકત્વ શતસાગરે૫મથી પણ કાંઈક અધિકકાળ સુધી સઈન્દ્રિય જીવ સ-ઈન્દ્રિય પર્યાપ્ત બની રહે છે. અહીં પર્યાપ્તક લબ્ધિની અપેક્ષાથી સમજવું જોઈએ. લબ્ધિની અપેક્ષાથી વિગ્રહગતિમાં પણ જીવ પર્યાપ્ત થાય છે, ભલે પછી તે કરણથી અપર્યાપ્ત હોય, તેથી જ ઉત્કૃષ્ટ બસો સાગરેપમથી નસે સાગરેપમથી કાંઈક અધિકકાલે સિદ્ધ થઈ જાય છે. કરણ પર્યાપ્તપર્યાયને કાળ તે અધિથી અધિક અન્તર્મુહૂર્ત ઓછા તેત્રીસ સાગરોપમ સુધીને જ હોય છે, તેથી જ તે પૃથકત્વ સે સાગરોપમ થઈ ન શકે. આગળ પણ લબ્ધિની અપેક્ષાએ જ પર્યાપ્તકત્વ સમજવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! એકેન્દ્રિય પર્યાપ્ત જીવ કેટલા સમય સુધી એકેન્દ્રિય પર્યાપ્ત બની રહે છે?
શ્રી ભગવાન – ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી એકેન્દ્રિય પર્યાપત જીવ એકેન્દ્રિય પર્યાપ્તરૂપે બની રહે છે. પૃથ્વીકાયિક એકેન્દ્રિય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૨૩