Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્યાતિષ્ક અને વૈમાનિકમાં જેમ અસુરકુમાર કહેલ છે તેમ સમજીલેવું.
ટીકા-હવે દ્વીન્દ્રિય આદિ જીવેાની નારક આદિ ચાવીસ દડકાના કૅમથી ઉદ્ભવનાના પછી ઉત્પાદની વક્તવ્યતા કહેવાય છે
શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! શું ટ્વીન્દ્રિય જીવ, દ્વીન્દ્રિયાથી ઉતન કરીને સીધા નૈરિયકામાં ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! જેવુ... પૃથ્વીકાયિકના વિષયમાં કહ્યુ છે તેવુ' જ દ્વીન્દ્રિયના વિષયમાં પણ જાણવુ જોઇએ. અર્થાત્ જેવા પૃથ્વીકાયિકાના ઉત્પાદના નારકા અને દેવામાં નિષેધ કહેલા છે અને ખાકી બધા સ્થાનમાં વિધાન કરાયેલુ છે, એજ પ્રકારે દ્વીન્દ્રિયાનુ પણુ સમજવુ જોઇએ.
શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાના ઉત્પાદ દ્વીન્દ્રિયના સમાન છે. વિશેષતા છે કે પૃથ્વીકાયિક જીવ મનુષ્યમાં ઉત્પન્ન થઈને અન્તક્રિયા પણ કરી શકે છે, અર્થાત્ માક્ષ પ્રાપ્ત કરી શકે છે, પરન્તુ દ્વીન્દ્રિય જીવ મનુષ્ય થઈને પણ અન્તક્રિયા કરવામાં સમ નથી થતા. એનુ કારણુ ભવના એવે જ સ્વભાવ છે. હાં. દ્વીન્દ્રિય શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ મનુષ્ય ભવમા ઉત્પન્ન થઈને મનઃ પવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એ અભિપ્રાયને પ્રગટ કરે છે-વિશેષ એ છે કે દ્રીન્દ્રિય જીવ મનુષ્યેામાં ઉત્પન્ન થઇને ધમ શ્રવણુ કરી શકે છે, કેવલિક એધિને પ્રાપ્ત કરી શકે છે, શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ પ્રાપ્ત કરી લે છે, અભિનિષેાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્તકરી શકે છે, શીલથી લઇને પાષ ધપવાસ પણ અંગીકાર કરવામાં સમય અને છે, અવધિજ્ઞાન પામી શકે છે, અનગાર દીક્ષા અંગીકાર કરીલે છે અને મનઃપ`વજ્ઞાન પણ મેળવીલે છે.
એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ પણુ મનુષ્યેામાં ઉત્પન્ન થઈ ને કેલિ દ્વારા ઉત્પાદિષ્ટ ધર્મને શ્રવણુ કરી શકે છે, કેવલ.એાધિ મળવી શકે છે, શ્રદ્ધા, પ્રતીતિ રુચિ પ્રાપ્ત કરી શકે છે. આભિનિષેાધિકજ્ઞાન અને શ્રુતની પ્રાપ્તિ પણ તેમને થઈ શકે છે, તેમજ તે અનગાર પ્રથા પણ અગીકાર કરી શકે છે અને મનઃવજ્ઞાન ॥ પણ મેળવવામાં સમથ થઈ શકે છે.
શ્રી ગૌતમસ્વામી-૩ ભગવન્ ! જે ઢૌન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ મનુષ્ય થઈ ને મનઃપવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તે શુ કેવલજ્ઞાન પણ મેળવી શકે છે. શ્રી ભગવાન્—ગૌતમ ! આ અર્થાં સમથ નથી. અર્થાત્ પૂર્વોક્ત યુક્તિ ના અનુસાર તેઓ કેવલજ્ઞાન નથી પ્રાપ્ત કરી શકતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પંચેન્દ્રિય તિય ઇંચથી અનન્તર ઉદ્ભવન કરીને જીવ શુ. નારકામાં ઉત્પન્ન થઈ શકે છે?
શ્રીભગવાન હૈ ગૌતમ ! કોઈ ઉત્પન્ન થઈ શકે છે. કોઈ નથી ઉત્પન્ન થઈ શકતા, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જે ઉત્પન્ન થઇ શકે છે, તેશુ કેલિ દ્વારા પ્રકૃપિત ધમનું શ્રવણ પ્રાપ્ત કરી શકે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૮૯