Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેને પૂર્ણ સામગ્રી નથી મલતી તે નથી કરતા.
એજ પ્રકારે અસુરકુમાર યાવત વૈમાનિકદેવના વિષયમાં પણ સમજી લેવું જોઈએ અર્થાત્ અસુરકુમાર આદિ મનુષ્યમાં રહેલા કેઈ કે અન્તક્રિયા કરે છે, કઈ કઈ નથી કરતા. એ પ્રકારે અસુરકુમારથી લઈને વૈમાનિક સુધી પ્રત્યેકના ચોવીસે દંડકમાં નિરૂપણ કરવું જોઈએ. એ પ્રકારે ગ્રેવીસે દંડક ચોવીસે દંડકમાં પ્રરૂપણીય છે. એ અભિપ્રાયથી કહ્યું છે–ચોવીસ-વીસ દંડક થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેવા નારકને લઈને
વીસ દંડકમાં પ્રશ્નોત્તર કરેલા છે એજ પ્રકારે ગ્રેવીસ દંડકમાંથી દરેકનો લઈને ગ્રેવીસ દંડકમાં પ્રશ્ન કરવા જોઈએ. એમ કરવાથી વીસ વીસ દંડક થઈ જાય છે.
હવે અનન્તરાગત દ્વારને લઈને અંતકિયાની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! નારક જીવ અનન્તરાગત અન્તકિયા કરે છે અથવા પરંપરાગત અન્તક્રિયા કરે છે ? અર્થાત્ શું નારક જીવ નરકગતિથી નિકળીને સિધા મનુષ્યભવમાં આવીને અન્તક્રિયા કરે છે અથવા નારક ગતિથી નિકળીને તિર્યંચ આદિના ભવ કરતા છતાં મનુષ્યભવમાં આવીને અતક્રિયા કરે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! નારકજીવ અનન્તર ગત અર્થાત્ નરકથી સીધા મનુષ્યભવમાં આવીને પણ અન્તક્રિયા કરે છે અને પરંપરાગત અર્થાત્ નરકથી તિર્યંચાદિના ભવ કરીને પછી મનુષ્યભવમાં આવીને પણ અન્તક્રિયા કરે છે–તેમાં વિશેષતા એ છે કે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા અને પંકપ્રભા પૃથ્વીથી અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે અને પરંપરાગત પણ અન્તક્રિયા કરે છે, અર્થાત્ આ ચાર પૃથ્વીના નારક સીધે મનુષ્યભવ પામીને અન્તક્રિયા કરી શકે છે કિ ધૂમપ્રભા પૃથ્વી આઢિ આગળની ત્રણ પૃથિથી નિકળીને સીધા મનુષ્ય થઈને અતક્રિયા નથી કરી શકતા. તેઓ આ પૃથ્વિથી નિકળી ને તિર્યંચ આદિના ભામાં રહીને પછી મનુષ્ય થઈને જ અતક્રિયા કરી શકે છે. એ અભિપ્રાયથી કહ્યું છે એજ પ્રકારે રતનપભા પૃથ્વીના નાક કાવત્ પંકpભા પૃથ્વીના નારક પણ અનનરાગત અને પરંપરાગત અન્ડકિયા કરે છે. ધૂમપ્રભા પૃથ્વીના નારક અનન્તરાગત અન્ડકિયા કરે છે અથવા પરંપરાગત અન્તકિયા કરે છે?
આ પ્રશ્નને ઉત્તર ભગવાન આ પ્રમાણે આપે છે હે ગૌતમ ! ધૂમપ્રભા પૃથ્વીના અનન્તરાગત નારક અંતકિયા નથી કરતા. પરંતુ પરંપરાગત અન્તક્રિયા કરી શકે છે. તાત્પર્ય એ છે કે ધૂમપ્રભા પૃથ્વીથી નિકળેલ નારક સીધા મનુષ્યભવ પામીને મોક્ષ પ્રાપ્ત કરી શકતી નથી, પરંતુ ત્યાંથી નીકળીને તિર્યંચ આદિના ભવ કરીને પછી મનુષ્ય પર્યાય પામીને અનક્રિયા કરી શકે છે. એ જ પ્રકારે તમ પ્રમા પૃથ્વી અને તમસ્તમપ્રભા પૃથ્વીના નારકેના વિષયમાં પણ સમજવું જોઈએ. તેઓ પણ આ પૃવિએમાંથી નીકળીને સીધા મનુષ્ય બનીને અન્તકિયા નથી કરતા, પણ પરંપરાથી જ અનક્રિયા કરે છે. એ સબંધમાં પૂર્વોક્ત યુક્તિ જ સમજવી જોઈએ.
અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિવુકુમાર, ઉદધિકુમાર, હીપ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૭૨