Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરંપરાગત પણ અન્તક્રિયા કરે છે (તેરવાડ વેરિર સેવિત્ર પરિચિા મiાળા ચંદિરિચે ઉતિ ઉઘરાયાં શંતવિહિયં પતિ) તેજસકાયિક, વાયુકાયિક, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અનન્તરાગત, અન્તક્રિયા નથી કરતા, પરંપરાગત અન્તક્રિયા કરે છે (લેસા અનંતરાયા ઉર ધારિચ પતિ, વરંપરાજવા વિજિરિર્થ gવતિ) શેષ અનન્તરાગત પણ અંતક્રિયા કરે છે, પરંપરાગત પણ અન્તક્રિયા કરે છે.
ટીકાર્થ-અન્તકિયાનું નિરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું જીવ અતક્રિયા કરે છે? અહીં અન્તક્રિયાને અર્થ છે-કમને અંત કરવો અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરવી, કહ્યું પણ છે
સમસ્ત કર્મોને ક્ષયથી મેક્ષ થાય છે.”
શ્રી ભગવાન-ઉત્તર આપે છે– ગૌતમ! કઈ જીવ અન્તકિયાં કરે છે, કોઈ નથી કરતા, જે જીવ ભવ્યત્વ ભાવના પરિપાકથી મનુષ્યત્વ આદિ સંપૂર્ણ સામગ્રી પ્રાપ્ત કરીને અને તે સામગ્રીના બળથી પ્રકટ થનાર બળવીર્યના ઉલ્લાસથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે અને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને અત્તમાં અઘાતીક કર્મોને પણ ક્ષય કરી નાખે છે. આ અતક્રિયા કરે છે, એનાથી ભિન્ન પ્રકારના જીવ અનતક્રિયા નથી કરતા.
એજ પ્રકારે નારક, અસુરકુમાર આદિ દશ પ્રકારના ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકેલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાનવ્યન્તર, તિષ્ક, વૈમાનિક પણ કોઈ કોઈ અન્તક્રિયા કરે છે. કેઈ—કોઈ નથી કરતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્શું નારકમાં એટલે કે--નારક પર્યાયમાં રહેલા નારક અનક્રિયા કરે છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી અર્થાત્ આ વાત યુક્તિસંગત નથી, કેમકે સમ્યગ્રદર્શન જ્ઞાન અને ચારિત્ર જ્યારે પ્રકર્ષને પ્રાપ્ત થાય છે, ત્યારે સમરત કને ક્ષય થાય છે પરંતુ નારક પર્યાયમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને પ્રકર્ષ નથી થઈ શક્તિ તથા ચારિત્ર પરિણામ ઉત્પન્ન નથી થઈ શકતું, કેમકે નારક ભવને એવો સ્વભાવ છે. તેથી નારક જીવ નરકમાં રહીને અન્તકિયા નથી કરી શકો.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવ શું અસુરકુમારેમાં અન્તક્રિયા કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, એનું કારણ પૂર્વોક્ત જ સમજવું જોઈએ. એજ પ્રકારે નાગકુમારથી લઈને સ્વનિતકુમારેમાં, પૃકાયિક આદિ એકેન્દ્રિયોમાં, વિલેન્દ્રિમાં, પંચેન્દ્રિય તિર્યમાં, વાવ્યન્તરોમાં, તિષ્કમાં અને માનિકમાં રહીને અંતક્રિયા નથી કરી શકતા, એનું કારણ ભવસ્વભાવ જ છે, પણ શું મનુષ્યમાં રહીને અન્તક્રિયા કરે છે? એ પ્રશ્નને ઉત્તર આ છે કે-હે ગૌતમ ! કઈ કરે છે અને કેઈ નથી કરતા. જેને સંપૂર્ણ સામગ્રીની પ્રાપ્તિ થઈ જાય છે, તે કરે છે અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૭૧