Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનુષ્યમાં બધા ભાવ છે અતઃ મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનની વક્તવ્યતા પણ કરવી જોઈએ. એ અભિપ્રાયથી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે
ભગવન-જે જીવ મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગારત્વની પ્રવજ્યા અંગીકાર કરી શકે છે. શું તે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! કેઈ નારક, મનુષ્ય થઈને, અનમાર અવસ્થા પ્રાપ્ત કરીને મન:પર્યજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, કઈ નથી કરી શકતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે નારક જીવ મનુષ્ય થઈને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે શું કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે?
શ્રી ભગવાન- હે ગૌતમ! કઈ પ્રાપ્ત કરે છે, કોઈ નથી પ્રાપ્ત કરતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જે નારક જીવ મનુષ્ય થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, શું તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે બધા દુઃખને અંત કરે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારક જીવ મનુષ્ય થઈને અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે, મુક્તિ પ્રાપ્ત કરે છે, અને તે સમસ્ત દુઓને અન્ત કરે છે.
સિદ્ધિને અર્થ છે, સમસ્ત એશ્વર્યને પ્રાપ્ત કરનાર, બુદ્ધને અર્થ છે સપૂર્ણ લેક અને અલેકના સ્વરૂપને જાણનાર, મુક્ત કહેવાનો મતલબ છે ભપગ્રાહી કર્મોથી પણ છુટકાર પામેલ, એ જીવ સમસ્ત દુઃખને અન્ત કરે છે.
પરન્તુ વાનવન્તર, તિષ્ક અને વૈમાનિક દેવામાં નારક જીવની ઉત્પત્તિનો નિષેધ કરવું જોઈએ. ભવનપતિમાં ઉત્પત્તિને નિષેધ પહેલા જ બતાવી દિધેલે છે. એ પ્રકારે નારક જીવ નરકમાંથી નિકળીને સિધા, દેવ ગતિમાં નથી ઉત્પન્ન થતા, કેમકે મારક પિતાના ભવના સ્વભાવના કારણે દેવભવને યેગ્ય આયુને બંધ નથી કરી શકતે. એ અભિપ્રાયથી કહેલું છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું નારક જીવ નરકમાંથી નિકળીને સીધા વાનવ્યર તિષ્ઠ અગર વૈમાનિકેમાં ઉત્પન થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, એવું નથી થઈ શકતું. એ પ્રકારે નારકેની નારક આદિ ચેવીસે દંડકમાં પ્રરૂપણ કરાઈ છે.
અસુરકુમાર કે ઉદ્વર્તન કા નિરૂપણ
અસુરકુમારાદિ વક્ત ગ્રતા શબ્દાર્થ-(બકુjમાણે મંતે ! સુમારેfહંતા) હે ભગવન્! અસુરકુમાર અસુરકુમા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૮૧