Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂચિ કરી શકે છે? અર્થાત હું તેનું અનુસરણ કરૂં એવી ભાવના કરી શકે છે?
શ્રી ભગવાનહે ગૌતમ! કેવલિ પ્રરૂપિત ધર્મને જ્ઞાતા તે નારક શ્રદ્ધા પ્રતીતિ અને રૂચી કરી શકે છે.
ગૌતમસ્વામી–હે ભગવન ! તે શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ કરવાવાળા નારક જે હવે પંચેન્દ્રિય તિય ચ રૂપમાં છે શું ધર્મ પ્રાપ્તિરૂપ બધિજનક ભગવાનના વચન સન્દર્ભમાં આભિનિબંધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! તે આમિનિબેધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. કેમકે કેવલિ ભગવાન દ્વારા ઉપદિષ્ટ ધર્મનું શ્રવણ કરવાથી અને તેના પર શ્રદ્ધાન કરવાથી તેને આભિનિધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
ગૌતમસ્વામી–જે કેવલિ પ્રરૂપિત ધર્મની પ્રાપ્તિરૂપ બેધિના વિષયમાં આભિનિબેધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે જીવ શું શીલ અર્થાત બ્રહ્મચર્યવ્રત અર્થાદ્રવ્યાદિ સંબંધી નિયમ, ગુણ અર્થાત ભાવનાદિ અથવા ઉત્તરગુણ, વિરમણ અર્થાત સ્કૂલ પ્રાણાતિપાત આદિની નિવૃત્તિ, પ્રત્યાખ્યાન અર્થાત્ અનાગતકાલિન સ્થૂલ પ્રાણાતિપાત આદિની વિરતી અથવા પ વધેપવાસ અર્થાત્ ધર્મનું પિષણ કરવાવાળા અષ્ટમી આદિ પર્વના અવસર પર કરાનારા ઉપવાસને સ્વીકાર કરી શકે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! કઈ શીલવત આદિને સ્વીકાર કરી શકે છે, કઈ સ્વીકાર નથી કરી શકતા.
તિર્યા અને મનુષ્યને ભવ પ્રત્યય (ભવનિમિત્તક) અવધિજ્ઞાન નથી થતું, ગુણપ્રત્યય અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. ગુણ, શીલ વ્રત આદિ તેમને પણ થાય છે, તે શું તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે અથવા નથી થતું? આ પ્રશ્ન શ્રી ગૌતમ. સ્વામી કરે છે-હે ભગવન્! જે જીવ નરકથી નિકળીને સીધે પંચેન્દ્રિય તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય તે જીવ જે શીલ યાવતુ પિષધપવાસને અંગીકાર કરવામાં સમર્થ થાય છે, તે શું તે અવધિજ્ઞાનને પણ પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! કઈ જીવ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે, કેઈ સમર્થ નથી થતા, તાત્પર્ય એ છે કે જેનામાં શીલવત આદિ વિષયક ઉત્કૃષ્ટ પરિણામ હોવાથી અવધિજ્ઞાનાવરણ કમને ક્ષયોપશમ થઈ જાય છે, તે જીવ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, જેને અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયે પશમ નથી થતે તે અવધિજ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા.
અવધિજ્ઞાનના પછી મન:પર્યાવજ્ઞાનને ક્રમ છે, મન:પર્યવજ્ઞાન અણુગારને જ પ્રાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૭૯