Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાથ-હવે ઉદ્દવૃત્ત દ્વારની પ્રરૂપણ કરવાને માટે કહે છે ?
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! નારક છત નારકેથી નિકળીને શું સીધા નારકમાં ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન -હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ નારકથી નિકળીને સીધા શું અસુરકુમારેમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! આ અર્થ રામર્થ નથી.
એ પ્રકારે નારકોની જેમ નિરન્તર યાવત-નાગકુમાર આદિ દસ ભવનપતિમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિમાં તથા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જેમાં નારક નરકથી નિકળીને ઉત્પન્ન થાય છે, એવી પૃચ્છા કરવી જોઈએ.
શ્રી ભગવાન એના ઉત્તરમાં કહે છે-હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, અર્થાત, એજ સાચું છે એવું નથી કહી શકાતું. એ વિષયમાં શુતિ પૂર્વવત સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક જીવ નારકેથી નિકળીને સીધા પચેન્દ્રિય તિય"ચ નિકોમાં ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન ગૌતમ! કઈ ઉત્પન્ન થાય છે, કે ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે નારક નારકમાંથી નિકળીને સીધા પંચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થાય છે. શું તે કેવલી ભગવાન દ્વારા પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરી શકે છે? અર્થાત શું સર્વજ્ઞ પુરૂષ દ્વારા ઉપદિષ્ટ શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થઈ શકે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થનારા નારક અર્થાત્ જે નારક પંચેન્દ્રિય તિર્યચનિમાં ઉત્પન થયેલ છે તે કઈ કેવલી પ્રરૂપિત ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થઈ શકે છે, કેઈ સમર્થ નથી થતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જે પંચેન્દ્રિય તિર્યચનિક નરકથી સીધા નિકળીને કેવલો પ્રરૂપિત ધર્મને શ્રવણ કરી શકે છે. તે કેવળ અર્થાત્ ધર્મ પ્રાપ્તિને અથવા દેશનાને પ્રાપ્ત કરી શકે છે? અહીં કેવલીની ધર્મદેશનાને જે બેધી કહેલ છે, તે કારણમાં કાર્યને ઉપકાર કરીને કહેલ છે, કેમકે કેવલીની દેશના કારણ છે, કેવળી દ્વારા સાક્ષાત અથવા પરંપરાથી ઉપદિષ્ટ હોવાને કારણે તે બોધિકેવળિક કહેવાય છે. જે કેવલી દ્વારા ઉપદિષ્ટ છે તે કેવલિક પ્રશ્નને આશય એ છે કે કેવલિ પ્રરૂપિત ધર્મના શ્રેતા કેવલિક બેધિને જાણે છે? તેને સમજી શકે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! કઈ કેવલિ પ્રરૂપિત બધિને જાણી શકે છે, કે ઈ નથી જાણી શકતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૂર્વોક્ત નારક કેવલિ પ્રરૂપિત પૂર્વોક્ત બેધિને અર્થ સમજવામાં સમર્થ હોય છે, શું તે તેને પર શ્રદ્ધા કરી શકે છે, એ ઉપર પ્રતીતિ અર્થાત વિશ્વાસ કરી શકે છે? અગર વિશ્વસ્ત રૂપમાં તેને ગ્રહણ કરી શકે છે? શું તેના પર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
१७८