Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી.
(અg of મં? ! ગત્તિ પુર ) હે ભગવદ્ ! અવેક જીવ ઈત્યાદિ પશ્ન ? ( HT! વેરે વિહે ) હે ગૌતમ! અવેદી બે પ્રકારના હોય છે (સં ના) તેઓ આ રીતે (સારી વા બપન્નાવલિ, સાત વા સપનવસિર) સાદિ અનન્ત અથવા સાદિ સાન્ત (70) તેમાં તેને રે સા સવજ્ઞાતિ) જે સાદિ સાન્ત છે (૨ evi gai સર્ચ કોણેને અંતીમદુત્ત) તે જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત સુધી (દ્વાર ૬)
ટકાર્ય–આના થી પૂર્વગ દ્વારની પ્રરૂપણ કરાઈ હતી, હવે રદ્વારની પ્રરૂપણ કરાઈ છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્! સવેદ અર્થાત્ સ્ત્રીવેદ, પુરૂષવેદ, અથવા નસકદવાળા જીવ કેટલા કાળ સુધી નિરન્તર સવેદ પર્યાયથી યુક્ત રહે છે?
1 શ્રી ભગવાન–હે ગૌતમ ! સવેદક જીવ ત્રણ પ્રકારના હોય છે-અનાદિ અપર્યવસિત અર્થાત્ જેની આદિ પણ ન હોય અને અન્ત પણ ન હોય, સાદિ અપર્યાવસિત અર્થાત જેની આદિ ન હોય પણ અન્ત હોય, તેમજ સાદિ સપર્યવસિત અર્થાત્ જેની અદિ પણ હોય અને અન્ત પણ હોય. તાત્પર્ય એ છે કે જે જીવ કયારેય પણ ઉપશમ શ્રેણી અથવા ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત કરશે નહીં તે અનાદિ અપર્યાવસિત કહેવાય છે. તેના વેદના ઉદયને વિછેદ કદાપિ થશે નહી પરંતુ જે જીવ ક્યારેક ને કયારે ઉપશમ શ્રેણું અથવા ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરશે પણ જેણે હજી સુધી ઉપશમશ્રેણી કે ક્ષકશ્રેણી પ્રાપ્ત કરી નથી તે અનાદિ સપર્યાવસિત સંવેદ જીવ કહેવાય છે ઉપશમ શ્રેણી અથવા ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી લીધા પછી તેના વેદને ઉદય થઈ જાય છે. જે જીવ ઉપશમ શ્રેણીને પામીને વેદાતીત દશા પ્રાપ્ત કરી લે છે, પરંતુ ઉપશમ શ્રેણીથી પડીને પાછી સવેદ અવસ્થા પ્રાપ્ત કરે છે, તે સાદિ સપર્યાવસિત સવેદ કહેવાય છે. આ ત્રણેમાંથી જે સાદિ-સપર્યાવસિત છે, તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી સદક પર્યાયથી યુક્ત નિરન્તર બની રહે છે. તે અનન્તકાળનું પરિમાણ આ પ્રકારે છે-કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી અને અનન્ત અવસપિણિયે. ક્ષેત્રની અપેક્ષાથી દેશના અપાઈ પુદ્ગલ૫૨ વર્ત.
તાત્પર્ય એ છે કે જ્યારે કેઈ જીવ ઉપશમશ્રણ પર આરૂઢ થઇને ત્રણે વેદોને ક્ષય કરીને અવેદી બની જાય છે, પણ ઉપશમ શ્રેણીથી પડીને ફરીથી સવેદક અવસ્થા પ્રાપ્ત કરે છે. પરંતુ પુનઃ જલિદથી ઉપશમ શ્રેણી પર અથવા કમગ્રંથિના મતાનુસાર ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરે છે અને ત્રણે વેદને અન્તર્મુહૂર્તમાં જ ઉપશમ અગર ક્ષય કરી દે છે, ત્યારે તે જીવ અન્તર્મુહૂર્ત સુધી જ સવેદ અવસ્થામાં રહે છે.
ઉત્કૃષ્ટ રૂપથી દેશને અપરાધ પુદ્ગલ પરાવર્તન સુધી જીવ સદ રહે છે, કેમકે ઉપશમ શ્રેણીથી પતિત બનીને તે જીવ એટલા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી યક્ત ઉત્કૃષ્ટ કાલમાન સાદિ સપર્યસિત સવેદકને સિદ્ધ થાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૩૮