Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(ચમા ! નgumi Sોસેળ બંતોમુ) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી (બTrોક વિ વિ) અનાકાર ઉપયોગથી ઉપયુક્ત પણ એજ પ્રકારે. (દ્વાર ૧૩)
ટીકાર્ગદર્શન દ્વારની પ્રરૂપણ કરાઈ ગઈ છે, હવે કમપ્રાપ્ત સંયત દ્વારની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સંયત જીવ નિરન્તર કેટલા કાળ સુધી સંયત પણામાં રહે છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ દેશોન કરોડપૂર્વ સુધી સંયત છવ સંયત પર્યાયથી યુક્ત નિરન્તર બની રહે છે. અગર કે જીવનું સંયમ પરિણામ થતાં જ મરણ થઈ જાય તે તે એક સમય સુધી જ સંયત રહે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ અસંયમી જીવ અસંત પર્યાયથી યુક્ત નિરન્તર કેટલા સમય સુધી રહે છે ?
શ્રી ભગવાન - ગૌતમ! અસંયત જીવ ત્રણ પ્રકારના છે, જેમ કે અનાદિ અપર્ય. વસિત, અનાદિ સપર્યવસિત અને સાદિ સંપર્યવસિત, જેણે ક્યારેય સંયમ કર્યો નથી અને
જ્યાં ક્યારેય સંયમ પામશે પણ નહીં, તે અનાદિ અનન્ત અસંયત કહેવાય છે. જેણે કયારેય સંયમ મેળવ્યું નથી પણ ભવિષ્યમાં મેળવશે, તે અનાદિ સપર્યાવસિત અસંયત કહેવાય છે. જે જીવ સંયમ પ્રાપ્ત કરીને તેનાથી ભ્રષ્ટ થઈ ગયો છે, પરંતુ પુનઃ સંયમ પ્રાપ્ત કરશે, તે સાદિયાન્ત અસંયત કહેવાય છે. આ ત્રણ પ્રકારના અસંયમાંથી સાહિંસાન્ત અસંયત છે. તે જઘન્ય અન્તમુહર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાલ સુધી અસંયત પર્યાયથી યુક્ત રહે છે. અનન્તકાળ વ્યતીત થયા પછી તેને સંયમની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તે અનન્તકાળ કાળ અને ક્ષેત્રથી પ્રદર્શિત કરે છે–તે અનન્તકાલ, કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણી સમજવો જોઈએ અને ક્ષેત્રની અપેક્ષાએ દેશન પુદ્ગલ પરિવર્તન જાણુ જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! સંયતાસંયત સમ્બન્ધી પૃચ્છા ? અર્થાત્ સંયતાસંવત જીવ કેટલા કાળ સુધી નિરંતર સંયતાસંયત પણમાં બની રહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ દેશેન કરેડ પૂર્વ સુધી સંયતાસંયત જીવ નિરન્તર સંયતાસંયત પણમાં બની રહે છે. દેશવિરતિની પ્રતિપત્તિને ઉપર જઘન્ય પણ અન્તર્મુહૂર્ત હોય છે, તેથી જ અહીં જઘન્યકાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ કહેલ છે. દેશવિરતીમાં બેકરણ ત્રણ વેગ આદિ અનેક ભંગ બને છે. તેથી તેમના અંગીકાર કરવામાં ઓછામાં ઓછું અત્તમુહૂત થઈ જ જાય છે, સર્વવિરતિમાં સર્વસાવઘને ત્યાગ કરું છું. એ રૂપમાં અંગીકાર કરાય છે, તેથી તેને અંગીકાર કરવાને ઉપગ એક સમયમાં પણ થઈ શકે છે. એ કારણથી સંયતને જઘન્યકાળ એક સમય કહે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૫૬