Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા આના પહેલાં વૈશ્યાદ્વારની પ્રરૂપણા કરાઈ હતી, હવે, ક્રમપ્રાસ નવમું સમ્યકત્વ દ્વાર નિરૂપણ કરાય છે.
શ્રીગૌતમસ્ત્રામી-હે ભગવન્ ! સમ્યક્ દૃષ્ટિ જીવ કેટલા કાળ સુધી નિરન્તર સમ્યદૃષ્ટિ પણામાં બની રહે છે ?
જેની દૃષ્ટિ સક્ અર્થાત્ યથા છે, વિપરીત નથી, તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. તાત્પર્ય એ છે કે અન્ત ભગવાનના દ્વારા પ્રતિપાદિત વસ્તુતત્વ પર જેની પ્રતીતિ રૂચિ અગર શ્રદ્ધા હોય, તે સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ ત્રણ પ્રકારે થાય છે-ઔપશમિક સમ્યકત્વ દ્વારા, ક્ષાયેાપમિક સમ્યકત્વ દ્વારા અને ક્ષાયિક સમ્યદ્વારા. અનન્તાનુખન્ધી કષાય અને દન મેહનીયકના ઉપશમથી થનારી તત્ત્વરૂચિ એ ઔપશમિક સમ્યકત્વ છે. આજ ક્રમ પ્રકૃતિયાના ક્ષયાપશમથી થનારી તત્ત્વ રૂચિ ક્ષાાપમિક સમ્યકત્વ કહે વાય છે અને ક્ષયથી થનારી તત્ત્વરૂચિને ક્ષાયિક સમ્યકત્વ કહે છે. અહીં આ પ્રશ્ન ઠરાયેા છે કે સમ્યગ્દષ્ટિ જીવ નિરન્તર સમ્યગ્દષ્ટિ બની રહે તે કેટલા કાળ સુધી બની રહે છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જીવા એ પ્રકારના હાય છે સાદિ અનન્ત સભ્યષ્ટિ અને સાદિક્ષાન્ત સમ્યગ્દષ્ટિ, જેનાથી ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તે સાદિ અનન્ત સમ્યગ્દષ્ટિ કહેવાય છે, કેમકે એકવાર ઉત્પન્ન થયા પછી ક્ષાયિક સમ્યકત્વના વિનાશ નથી થતું. ક્ષાર્યપામિક સમ્યકત્વ અને ઔપશમિક સમ્યકત્વ અપે ક્ષાથી સમ્યગ્દષ્ટિ સાહિઁસાન્ત હોય છે, કેમકે આ અન્ને સમ્યકત્વ અનન્ત નથી પણુ સાન્ત છે, ઔપમિક સમ્યકત્વ અન્તર્મુહૂત સુધી રહે છે અને ક્ષાયિક સમ્યકત્વ છાસઠ સાગરોપમ સુધી રહે છે, એ અપેક્ષાએ કહ્યું છે-સાહિમનન્ત અને સાહિસાન્ત સમ્યગ્દષ્ટિ એમાં જે સાદિસાન્ત સમ્યગ્દષ્ટિ છે, તે જઘન્ય અન્તમુહૂત સુધી સભ્યષ્ટિ પર્યાયવાળા રહે છે, તેના પછી તેને મિથ્યાત્વની પ્રાપ્તિ થઇ જાય છે. આ કથન ઔપમિક સમ્યકત્વની અપેક્ષાથી છે. ઉત્કૃષ્ટ ક્રિચિત્ત અધિક છાસઠ સાગરોપમ સુધી સમ્યગ્દષ્ટિ બની રહે છે. આ થન ક્ષાયેાપશમિક સમ્યકત્વની અપેક્ષાએ સમજવું જોઇએ. જો કંઇ જીવ એ વાર વિન્ત્યાદિ વિમાનામાં સમ્યકત્વની સાથે ઉત્પન્ન થાય અથવા ત્રણ વાર અચ્યુત દેવલેાકમાં ઉત્પન્ન થાય તે છાસઠ સાગરોપમ વ્યતીત થઇ જાય છે અને કાંઇક અધિકકાળ જે કહ્યો છે તે વચલા મનુષ્યભવના સમજવેા જોઈ એ કહ્યું પણ છે—એ વાર વિજય આદિમા અથવા ત્રણ વાર અચ્યુત દેવલાકમાં ગએલા જીવના છાસડ સાગરાપમ થાય છે. વચલા મનુષ્યભવ અતિરિક્તકાળમાં ગણવા ોઇએ.'
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મિથ્યાટટિ સમ્બન્ધી પૃચ્છા ? અર્થાત્ મિથ્યાદષ્ટિ જીવ નિરન્તર કેટલા ક.ળ સુધી મિથ્યાદ્રષ્ટિ બની રહે છે?
શ્રી ભગવાન્−હે ગૌતમ ! મિથ્યાદ્રષ્ટિ જીવ ત્રણ પ્રકારના હાય છે, તે આ પ્રકારે અનાદિ અનન્ત અર્થાત્ જે અનાદિકાળથી મિથ્યાદ્રષ્ટિ છે અને અનન્તકાળ સુધી મિથ્યાદ્રષ્ટિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૪૮