Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુપની સમાન, સુવર્ણ જુઈ સહિરયિકાના રૂપની સમાન, કરંટકના પુપોની માળાના સમાન, પીળા અશેક, પીળી કરેણ તેમજ પીળા બંધુજીવના ફુલની સમાન કહેલી છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શું પદ્દમલેશ્યા ચમ્પક આદિના ફુલ જેવી હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી અર્થાત્ આ વાત એગ્ય નથી, કેમકે પદમલેશ્યા ચમ્પકપુપ આદિની અપેક્ષાએ પણ અત્યન્ત ઈષ્ટ, અત્યન્તકમનીય, અતિશયપ્રિય, અત્યન્તમને અને મન આમતરિક હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શુકલેશ્યા રંગની અપેક્ષાએ કેવા પ્રકારની કહેલી છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જેમ અંક નામનું રત્ન સફેદ રંગનું હોય છે, એવી શુકલેશ્યા કહી છે. અથવા શંખના રંગના સપાન, અદ્રના સમાન, કુન્દ (મોગર)ના પુષ્પની સમાન, જળના રંગની સમાન, જળકણુના સમાન, દહીંના સમાન, જમાવેલા દહીંના સમાન, દૂધના સમાન, દૂધના ઉભરાની સમાન, સુકી ફળીના સમાન, મરના પીંછાના અંદરના ભાગની સમાન, તપાવીને હૈયેલી ચાંદીની પાટના સમાન, શરદ્રૂતુના વાદળાંની સમાન, સફેદ ફુલવાળા કુમુદદલની સમાન, પુંડરીક (1) કમળદળની સમાન, ચોખાના લેટના સમૂહની સમાન, કુરજના કુલેના ઢગલાની સમાન, સિંદુવારના કુલેની માળાના સમાન, અશોક, તકરવીર, અથવા શ્વેતબધુજીવના પુષ્પના રંગની સમાન શુકલેશ્યાને રંગ કહે છે.
અંકશંખ આદિના રંગની સમાન શુકલેશ્યાને રંગ છે, એ પ્રકારે ભગવાનના દ્વારા પ્રતિપાદન કરતાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે. હે ભગવન્! શું શુકલેશ્યા એવા પ્રકારની હોય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમઆ અર્થ સમર્થ નથી, અર્થાત્ યુક્તિ સંગત નથી, કેમકે શુકલેશ્યા અંક અને શંખ આદિની અપેક્ષાએ અતિશય ઈષ્ટ, અતિશયકમનીય, અતિશયપ્રિય, અને અત્યન્તમજ્ઞ કહેલી છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! આ છએ લેશ્યાઓ કેટલા વર્ષો દ્વારા કહેવાયેલ છે? તાત્પર્ય એ છે કે રંગ કૃષ્ણ, નીલ, લાલ, પીળા અને તના ભેદથી પાંચ જ છે અને લેશ્યાએ કૃષ્ણ, નીલ, કાપત, તેજ, પદ્મ, અને શુકલના ભેદથી છ કહેલી છે. તેથી પહેલા ઊપમાઓ દ્વારા લેશ્યાઓના રંગનું કથન કરી દેતાં પણ આ સંશય રહે છે કે કઈ લેશ્યા કયા રંગથી સંમિલિત છે?
આ પ્રશ્નનો ઉત્તર આપવાને માટે ભગવાન કહે છે-એ લેશ્યએ પાંચ વર્ણો દ્વારા કહેવાય છે, જેમ-કૃષ્ણલેશ્યા કાળારંગ દ્વારા કહેવાય છે, નીલલેશ્યા નીલવર્ણ દ્વારા કહેલી છે, કાતિલેશ્યા કાળા અને લાલ રંગ દ્વારા કહેવાયેલી છે. તેજલેશ્યા લાલ રંગ દ્વારા કહેવાયેલી છે, પદ્મલેશ્યા પીળા રંગ દ્વારા કહેવાય છે અને શુકલેશ્ય શુકલવર્ણદ્વારા કહેવાય છે,
દ્વિતીય વર્ણદ્વાર સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
(૫