Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેશ્યા અને શુકલેશ્યા વિશુદ્ધ છે, કેમકે તેમના વર્ણ ગંધ, રસ અને સ્પર્શ પ્રાપ્ત હોય છે. આ પાંચમું દ્વાર સમાપ્ત થયું.
પ્રશસ્તા પ્રશસ્ત દ્વારા આદિની ત્રણ વેશ્યાઓ અપ્રશસ્ત છે, કેમકે અપ્રશસ્ત દ્રવ્યરૂપ હોવાના કારણથી અપશસ્ત અધ્યવસાયનું નિમિત્ત બને છે. અન્તની ત્રણ લેશ્યાઓ પ્રશસ્ત છે, કેમકે તેઓ પ્રશસ્ત દ્રવ્યરૂપ હેવાથી પ્રશસ્ત અધ્યવસાયનું કારણ છે. આ પ્રશસ્તાપ્રશસ્ત દ્વારા સમાપ્ત થયું.
સંકિલષ્ટાસંકિલ દ્વારા અદિની ત્રણ વેશ્યાઓ સંકિલષ્ટ છે, કેમકે તેઓ સંકલેશમય આધ્યાન અને રૌદ્રધાનને ચોગ્ય અધ્યવસાયને ઉત્પન્ન કરે છે. અતિમ ત્રણ વેશ્યાઓ અસંકિલષ્ટ છે, કેમકે તેઓ ધર્મધ્યાનને એગ્ય અધ્યવસાયને ઉત્પન્ન કરે છે. આ સંકિલષ્ટા સંકિલષ્ટદ્વાર સમાપ્ત થયું.
પર્દાદિ પ્રરૂપણ હવે કૃષ્ણ આદિ લેશ્યાઓના શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, આદિની પ્રરૂપણ કરાય છેપ્રારંભની ત્રણ અર્થાત્ કૃષ્ણ, નીલ અને કાપતલેશ્યા શીત અને રૂક્ષસ્પર્શવાળી કહેલી છે અને અન્તની ત્રગુ અર્થાત તેજલેશ્યા, પમલેશ્યા શુકલેશ્યા સ્નિગ્ધ અને ઉષ્ણસ્પર્શ વાળી કહેલી છે.
યદ્યપિ વેશ્યા દ્રવ્યના કર્કશ આદિ સ્પર્શ આગળ કહ્યા પ્રમાણે છે, તે પશુપહેલાની ત્રણ વેશ્યાઓના શીત અને રૂક્ષસ્પર્શ ચિત્તમાં અસ્વસ્થતા ઉત્પન્ન કરવાનું કારણ છે અને અન્તની ત્રણ લેશ્યાઓના સ્નિગ્ધ અને ઉaણ સ્પર્શ પરમ સન્તોષ ઉત્પન્ન કરવાનું સાધન બને છે, તેથી જ અહીં તેમનું સાક્ષાત્ કથન કરાએલું છે.
લેશ્યાધ્યયનમાં કહ્યું છે–જેમ કરવતનો સ્પર્શ કર્કશ હોય છે, અથવા ગાયની જિહુવાને અગર સાગપત્રોને સ્પર્શ કર્કશ હોય છે, તેનાથી પણ અનન્ત અધિક કર્કશ સ્પર્શ અપ્રશરત લેશ્યાઓને હેય છે. ૧
જેમ બૂર નામની વનસ્પતિને, નવનીત (માખણ)ને શિરીષના પુને સ્પર્શ હોય છે તેનાથી પણ અનંતગણ ત્રણે પ્રશસ્ત વેશ્યાઓને સ્પર્શ હોય છે. પરા
ગતિ દ્વારા પ્રારંભની ત્રણ વેશ્યાઓ દુર્ગતિમાં લઈ જવાવાળી છે, કેમકે તેઓ સંકિલષ્ટ અધ્યવસાયનું કારણ છે. અન્તિમ ત્રણ વેશ્યાઓ સદ્દગતિમાં લઈ જનારી છે, કેમકે તેઓ પ્રશસ્ત અધ્યવસાયનું કારણ છે.
ગતિદ્વાર સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪