Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમજી લેવાની જે સૂચના કરાઈ છે, તેનું પ્રયોજન આગળ કહેવાશે તે વિષયની સાથે સમ્બન્ધ સ્થાપિત કરવાનું છે. હવે આ વિશેષ વક્તવ્યતાને પ્રારંભ કરવામાં આવે છે–
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! શું કૃષ્ણલેશ્યાના દ્રવ્ય નીલલેશ્યાના દ્રવ્યોને પ્રાપ્ત કરીને નીલેશ્વાના સ્વભાવરૂપમાં અર્થાત્ નીલશ્યાના વર્ણ, નીલેશ્યાના ગંધ, નીલેશ્યાના રસ, અને નીલલેશ્યાના સ્પર્શરૂપમાં વારંવાર પરિણત નથી થતાં ?
શ્રી ભગવાન હે ગૌતમ ! હા, સત્ય છે, કૃષ્ણલેશ્યાના દ્રવ્ય નીલલેશ્યાના દ્રવ્યોને પ્રાપ્ત કરીને નીકલેશ્વાના સ્વરૂપમાં પરિણત નથી થતા અર્થાત્ નીલલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપ નથી થઈ જતા. - અહીંઆ આશંકા થાય છે કે પહેલાં તે કૃષ્ણલેશ્યાને નલલેશ્વાના સ્વરૂપમાં પરિણત થતી કહેલ છે અને એ બતાવ્યું છે કે કૃષ્ણલેશ્યા નીલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત થાય છે, અને અહીં પરિણમનને નિષેધ કર્યો છે. આ અને કથન પૂર્વાપર વિરોધી છે. આ આશંકાનું સમાધાન આ છે કે પહેલા પરિણમનનું જે વિધાન કરાયું છે તે તિર્યા અને મનુષ્યની અપેક્ષાથી છે અને પરિણમનના નિષધની જે વક્તવ્યતા છે, તે દેવે અને નારકની અપેક્ષાથી છે. એ પ્રકારે અને કથન વિભિન્ન અપેક્ષાઓથી હેવાને કારણે પરસ્પર વિરોધી નથી. દેવ અને નારી પોતાના પૂર્વભવના અન્તિમ અન્તર્મુહૂર્તથી લઈને આગામી ભવના પ્રથમ અન્તર્મુહૂર્ત સુધી અવસ્થિત લેશ્યાવાળા હોય છે. અર્થાત તેમની જે વેશ્યા પૂર્વભવના અન્તિમ અન્તર્મુહૂર્તમાં હતી તેજ વર્તમાન દેવભવમાં અગર નારકભવમાં પણ બની રહે છે અને તેજ આગામી ભવના પ્રથમ અન્તર્મુહૂર્તમાં પણ કાયમ રહે છે. એ કારણથી દે અને નારકને કૃષ્ણલેશ્યા આદિના દ્રવ્યોને પરસ્પર સમ્બન્ધ થવા છતાં પણ એકબીજાને પોતાના સ્વરૂપમાં પરિણમન કરતા નથી. તેજ આગળ કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! શા હેતુથી કહેવાય છે કે, કૃષ્ણલેશ્યા, નીલેશ્યાને પ્રાપ્ત થઈને નીલશ્યાના રૂપમાં પરિણત નથી થતી. નતે તે નલલેશ્યાના વર્ણનાં રૂપમાં પરિણત થાય છે, ન ગંધના રૂપમાં, ન રસના રૂપમાં અને સ્પર્શના રૂપમાં પરિણત થાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! તે કૃષ્ણલેશ્યા આકાર ભાવ માત્રથી જ નીલલેશ્યા થાય છે, વાસ્તવમાં નીલેશ્યા નથી બનતી. અથવા પ્રતિભાગ ભાવ માત્રથી જ કૃષ્ણલેશ્યા કહેવાય છે, વાસ્તવમાં જ કૃષ્ણલેશ્યા નીલેશ્યા બની જાય છે, એવી વાત નથી. આકાર ભાવનું તાત્પર્ય છે છાયા માત્ર અગર ઝલક માત્ર આશય એ છે કે કૃષ્ણલેશ્યાના દ્રવ્ય પર નીલેશ્યાના દ્રવ્યની છાયા પડે છે, એ કારણે તે નલલેશ્યા જેવી પ્રતીત થાય છે, અથવા જેમ દર્પણ પર પ્રતિબિમ્બ પડવાથી દર્પણ એ વસ્તુ જેવું પ્રતીત થવા લાગે છે, એજ પ્રકારે કૃણલેશ્યા પર જ્યારે નીલલેશ્યાના દ્રવ્યની છાયા અગર પ્રતિબિમ્બ પડે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૦૬