Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વસ્તુ અનિષ્ટ અને અકાન્ત હોવા છતાં પણ કેઈને પ્રિય હોય છે, પણ કૃષ્ણલેશ્યા પ્રિય પણ નથી હોતી. એ બતાવવાને માટે કહ્યું છે–તે અતિશય અપ્રિય હોય છે, એ કારણે કૃષ્ણલેશ્યા અમને જ્ઞતર અર્થાત્ અત્યન્ત અમને હર હોય છે. યથાર્થરૂપે તેના સ્વરૂપનું પરિજ્ઞાન થઈ જતાં મન તેને જરાય ઉપાદેય નથી માનતું. કઈ વસ્તુ એવી પણ હોય છે જે મનેzતર છે છતાં પણ મધ્યમ સ્વરૂપ વાળી હોય, પણ કૃષ્ણલેશ્યા સર્વથા સર્વ પ્રકારે અમનેણ છે, એ પ્રદર્શિત કરવાને માટે તેને “અમન આમતરિકા કહેલ છે. તાત્પર્ય એ છે તે કૃષ્ણલેશ્યા ઉપર્યુક્ત કૃષ્ણ વર્ણવાળી વસ્તુઓની અપેક્ષાએ પણ અત્યન્ત અનિષ્ટ અકાન્ત, અપ્રિય, અમને જ્ઞ અને અમનામ છે.
શ્રી ગૌતમસ્વામી હવે નીલલેશ્યાના વર્ણના વિષયમાં પ્રશ્ન કરે છે–ભગવદ્ ! નીલ લેશ્યા વર્ણથી કેવા પ્રકારની રહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જેમ કોઈ ભંગનામનું પક્ષી જે કીટ ભંગ ન્યાયમાં પ્રસિદ્ધ છે. અહીં ભૃગને અર્થ ભમરે ન સપજ જોઈએ, એના વર્ણના સમાન નીલલેશ્યાને રંગ છે, અથવા નીલેશ્યા એજ ભંગ નામના પક્ષની પાંખના સમાનવણું વાળી હોય છે. અથવા તે નીલકંઠ નામના પક્ષીની સમાન, નીલકંઠની પાંખની સમાન, પિોપટન સમાન, પિપટની પાંખના સમાન શ્યામાક પ્રિયંગુ અથવા સામાનામના ધાન્યના રંગની સમાન, વનરાજિ (વનપંક્તિ)ના સમાન, દંતરાગના, સમાન, કબૂતની ડેકના સમાન, મેરની ગ્રીવાના સમાન, બલદેવના વસ્ત્રોની સમાન, અળસીનાકુલની સમાન, બાણનામના વૃક્ષના કુલની સમાન, અંજનકેશિકા નામની વનસ્પતિના પુષ્પની સમાન, નીલકમળની સમાન, નીલઅશોકની સમાન, નીલકણેરના સમાન, તથા નીલબધુજીવકના સમાન નીલલેશ્યા કહેલ છે!
શ્રી ભગવાન દ્વારા ભુંગઆદિની સમાન નીલલેશ્યાનો રંગ પ્રતિપાદન કરતાં શ્રીગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે-નીલલેક્શાભંગ આદિ જેવી હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, કેમકે નીલવેશ્યા ભંગવિગેરેથી પણ અત્યન્ત અનિષ્ટ હોય છે, અકાન્તર, અપ્રિયતર, અમનેતર અને અમને આમતરિક હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! રંગની અપેક્ષાએ કાતિલેશ્યા કેવા પ્રકારની કહેલી છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! જેમ ખદિર (ખેર કા) ના વૃક્ષને સારભાગ (વચલેભાગ) હોય છે, તેવા જ વર્ણની કાતિલેશ્યા છે, અથવા તે ખેરના વચલા ભાગના સારની સમાન વર્ણવાળી હોય છે. અથવા તે ધમાસા વૃક્ષના સાર જેવા રંગની હોય છે. અથવા તાંબાની સમાન, તાંબાના કરાટ (વાટકાના) રંગની સમાન, કેલિચ્છદ (તેલકટક) નામના વૃક્ષના કુલની સમાન, વા જવાસાનાકુઇની સમાન હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! શું કાપલલેશ્યા એવા સ્વરૂપ વાળી હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, કેમકે કાપતલેશ્યા ખેરના સાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
/૩