Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્પન નથી થતા. ત્યાર બાદ તે ત્યાં કૃષ્ણલેશ્યાવાળા જ બન્યા રહે છે, તેની વેશ્યા બદલાતી નથી. કેમ કે દે અને નારકોની લેશ્યા ભવક્ષય થતા સુધી એક સરખી જ બની રહે છે.
એજ પ્રકારે નીલેશ્યા અને કાતિલેશ્યાવાળા નારકના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઈએ. અર્થાત્ નીલેશ્યાવાળા નારક નીલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે, અન્ય વેશ્યાવાળાઓમાં નહીં અને અન્ય વેશ્યાવાળા નીલેશ્યાવાળાઓમાં નથી ઉત્પન્ન થતા. એ પ્રકારે કાપતલેશ્યાવાળા નારક કાપતલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે, અન્ય લેશ્યાવાળા નીલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન નથી થતા.
ઉદ્વતનાના વિષયમાં એ નિયમ છે કે નીલલેશ્યાવાળા જ નારક નીલેશ્યાવાળા નારકેથી ઉદુવૃત્ત થાય છે. એ જ પ્રકારે કાપતલેશ્યાવાળા જ નાક કાપતલેશ્યાવાળા નારકાથી ઉદ્ભવૃત્ત થાય છે.
એજ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકમાર, અગ્નિકુમાર, વિઘુમાર, ઉદધિમાર દ્વિીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્તનતકુમાર પણ કૃષ્ણાદિ વેશ્યાથી યુક્ત થઈને કૃષ્ણ વેશ્યાદિવાળા અસુરકુમારાદિમાં ઉત્પન્ન થાય છે, બીજી વેશ્યાથી યુક્ત થઈને નહીં,
પહેલાની અપેક્ષાએ વિશેષતા એ છે કે, અહીં એક તેજોલેશ્યા અધિક કહેવી જોઈએ. અને તેની વક્તવ્યતા પણ અધિક સમજવી જોઈએ. કેમકે અસુરકુમાર આદિ ભવનપતિઓમાં તેજલેશ્યા પણ મળી આવે છે.
હવે પૃથ્વીકાયમાં કૃષ્ણલેશ્યા આદિને લઈને પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! કૃણલેશ્યાવાળા પૃથ્વીકાવિક કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકયિકોમાં ઉત્પન્ન થાય છે અને શું કૃષ્ણલેશ્યાવાળા થયેલા જ ઉદ્વર્તન કરે છે? શું જે લેશ્યાવાળા ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાવાળા ઉદ્વર્તન કરે છે ? અર્થાત્ શું કૃષ્ણલેશ્યાવાળા કૃષ્ણલેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે ? અને શું કૃષ્ણલેશ્યાવાળા જ પૃથ્વકાયિક ભવથી નિકળે છે?
શ્રી ભગવાન-હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે, કિન્તુ તેના ઉદ્દવર્તાનના વિષયમાં આનિયમ નથી કે કૃષ્ણલેશ્યામાં જ તેનું ઉદ્વર્તન થાય, તે કઈ વાર કૃષ્ણલેશ્યામાં ઉદ્વર્તન કરે, કઈ વાર નલલેશ્યામાં અને કઈ વખત કાપત શ્યામાં ઉદ્વર્તન કરે છે તે કઈ વાર જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, તેજલેશ્યામાં ઉદ્વર્તન કરે છે, કારણ એ છે કે તિયા અને મનુષ્યના લેશ્યા પરિણામ અન્તર્મુહૂર્ત માત્ર કાયમ રહે છે, તેના પછી બદલાઈ જાય છે, તેથી જ જે પૃથ્વીકાયિક જે વેશ્યાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તે કઈ વાર તેજલેશ્યાથી યુક્ત થઈને ઉદૂવર્તન કરે છે અને કઈ વાર અન્ય લેશ્યાથી યુક્ત થઈને પણ ઉદ્વર્તન કરે છે. જે લેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન કરે છે, તે તે લેશ્યાથી યુક્ત થઈને ઉદ્વર્તન કરે છે, આ નિયમ અહીં એકાન્તિક નથી પણ વૈકલ્પિક છે.
જે વાત કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિકના સમ્બન્ધમાં કહી છે તેજ નીલેશ્યાવાળા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪