Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રતિપાદન કરેલું છે, એજ પ્રકારે કૃષ્ણ લેશ્યાવાળા નારકોનું કથન પણ સમજી લેવું જોઈ એ. ઠીક, સામાન્ય નારકેથી વિશેષતા એટલી છે કે કૃષ્ણ લેશ્યાવાળા નરયિક વેદના વિષયમાં બે પ્રકારના કહેવા જોઈએ, માયીમિથ્યાષ્ટિ ઉત્પન અને અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન, સામાન્ય નારકોની જેમ અસંજ્ઞીભૂત અને સંજ્ઞીભૂત ન કહેવા જોઈએ. કેમકે અસંજ્ઞી જીવ પહેલી પૃથ્વમાં જ ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે–“રાની શ્વ અર્થાત્ અસંજ્ઞી જીવ પ્રથમ પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે અને પ્રથમ પૃથ્વીમાં કૃષ્ણ લેશ્યાવાળા નારક નથી હોતા. પાંચમી આદિ જે પૃથ્વીમાં કૃષ્ણ લેશ્યા મળી આવે છે, તેમાં અસંસી જીવ ઉત્પન્ન નથી થતા, તેથી જ કૃષ્ણલેશ્યાવાળા નારકમાં સંભૂત અને અસંજ્ઞીભૂત એવા ભેદ નથી હોતા. તેમાં માયી મિથ્યાબિટ કૃષ્ણલેશ્યાવાળા નારક મહાવેદનાવાળા હોય છે, કેમકે તેઓ ઉત્કૃષ્ટ અશુભ સ્થિતિનું ઉપાર્જન કરે છે, અને ઉત્કૃષ્ટ અશુભ સ્થિતિમાં મહતી વેદના હોય છે. જે નારક અમાથી સમ્યગ્દષ્ટિ ઉપપન કૃષ્ણલેશ્યાવાળા હોય છે, તેવા નારક અલ્પ વેદનાવાળા હોય છે, શેષ આહાર, શરીર, ઉછુવાસ ક્રિયા આદિ પૂર્વોક્ત સમુચ્ચય નારકેના જેવા કહેલ છે, તે જ પ્રકારના સમજી લેવા જોઈએ.
અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદુકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, સ્વનિતકુમાર, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વાવ્યન્તરનું પ્રતિપાદન એજ પ્રકારે કરવું જોઈએ જેવું સમુચ્ચય અસુરકુમાર આદિનું કરેલું છે. હા, મનુષ્યમાં સમુચ્યથી ક્રિયાઓમાં કાંઈક વિશેષતા છે. તે વિશેષતા આમ છે
કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે–સમ્યગ્દષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને સમ્યમિથ્યાદષ્ટિ અર્થાત, મિશ્રદષ્ટિ તેમનામાંથી જે મનુષ્ય સંય દરિટ હોય છે, તેઓ ત્રણ પ્રકારના છે-સંયમી, અસંયમી અને સંયમસંયમી, જેવું સમુચ્ચય મનુષ્યનું અર્થાત કૃષ્ણલેશ્યાવાળા આદિ વિશેષણ રહિત મનુષ્યનું પ્રતિપાદન કરાયેલું છે. એ જ પ્રકારે કૃષ્ણલેશ્યાવાળા મનુષ્યનું નિરૂપણ પણ સમજી લેવું જોઈએ. સંયમી મનુષ્ય બે પ્રકારના હોય છે– સરાગસંયમી અને વીતરાગ સંયમી. જેમના કષાયને ઉપશમ અથવા ક્ષય નથી થયો તેઓ સરાગ સંયમી કહેવાય છે. જેમના કષાયોને ઉપશમ અથવા ક્ષય થઈ ગએલ છે, તેઓ વીતરાગ સંયમી હોય છે. તેમનામાંથી વીતરાગ સંયમી ક્રિયા રહિત હોય છે, વીતરાગ હેવાના કારણે તેઓમાં કઈ ક્રિયા નથી થતી. કૃષ્ણલેશ્યા પ્રમત્તસંયત, મનુષ્યમાં મળી આવે છે, અપ્રમત્ત સંયત મનુષ્યમાં નથી મળી આવતી, બધા પ્રકારના આરંભ પ્રમાદ વેગમાં નથી થતા. તેથી સંયતમાં આરંભિકી ક્રિયા થાય છે અને ક્ષણ કષાય ન હોવાથી તેઓમાં માયા પ્રત્યયા ક્રિયા પણ મળે છે.
સંયતાસંયત, મનુષ્યમાં આરંભિકી, પારિત્રહિકી અને માયાપત્યયા એ ત્રણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૩