Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થિતિપ્રતિનિયત સંખ્યાવાળાં પરમાણુઓથી નિષ્પન્ન થાય છે. નિર્દેશ કર્યા સિવાય તે જાણી શકતા નથી એથી જ શિષ્ય પર અનુગ્રહ કરવા માટે અને બતાવે છે –
એજ: પ્રદેશ પ્રતરવૃત્ત પાંચ પરમાણુઓથી બનેલ હોય છે અને પાંચ આકાશ પ્રદેશમાં અવગાહિત થયેલા હોય છે. તે આ રીતે-એક પરમાણુ મધ્યમાં મૂકે અને ચાર પરમાણુ પૂર્વ આદિ ચાર દિશાઓમાં અનુક્રમે મૂકવા જોઈએ. તેની સ્થાપના સંસ્કૃત ટીકામાં આપેલ જોઈ લેવી.
યુરમ પ્રદેશ પ્રતરવૃત્ત બાર મંડલેનું બનેલું હોય છે અને બાર આકાશ પ્રદેશમાં અવગાઢ હોય છે. તેને સમજવા માટે ચાર પરમાણુ ચાર આકાશ પ્રદેશમાં રૂચકના આકારમાં સ્થાપિત કરવા જોઈએ, પછી તેની ચારે બાજુ શેષ આઠ પ્રદેશની સ્થાપના કરવી જોઈએ,
તેની સ્થાપના (સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ, જોઈ લેવી) એજ પ્રદેશ ઘનવૃત્ત સાત પ્રદેશ ને બને છે અને સાત પ્રદેશમાં અવગાઢ હાય છે. તે આ રીતે છે—પાંચ પ્રદેશવાળા પ્રતર વૃત્તની વચમાં જે પરમાણુ અવગાઢ છે, એના ઉપર અને નીચે એક એક પ્રદેશ સ્થાપિત કરવાથી તેને આકાર બની જાય છે.
યુગ્મ પ્રદેશ ઘનવૃત્ત બત્રીસ પ્રદેશોને હોય છે. અને બત્રીસ આકાશ પ્રદેશોમાં તેનું અવગાહન થાય છે. તેની સ્થાપના આ પ્રકારે કરાય છે–ઉપર જે બાર પ્રદેશ પ્રતર વૃત્ત દેખાડ્યું છે, તેના ઉપર બાર પરમાણું અને તેના નીચે અન્ય ચાર ચાર પરમાણુ સ્થાપિત કરવા જોઈએ.
જઃ પ્રદેશ પ્રતર ત્રિકોણ ત્રણ પ્રદેશમાં રહેલ અને ત્રણ પ્રદેશ વાળા હોય છે. તે આ રીતે છે.
પહેલાં બે અણુ તિછ સ્થાપિત કરી દેવાં જોઈએ. અને તે પછી પ્રથમની નીચે એક અણુ બીજું મૂકવામાં આવે છે. તેની આકૃતિ સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઈ લેવી) યુગ્લ પ્રદેશ પ્રતર ત્રિકોણ છે પરમાણુઓથી બને છે. અને એ પ્રદેશમાં અવગાઢ થાય છે. એમાં ત્રણ પરમાણુ તિર્થક રાખવાં જોઈએ. ત્યારબાદ પ્રથમ પરમાણુની નીચે બે પરમાણ એક બીજાના ઉપર-નીચે રાખવાં જોઈએ અને પછી બીજાની નીચે એક પરમાણુ રાખી દેવું જોઈએ. (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઈ લેવી) એજ પ્રદેશ ઘનવૃત્ત ત્રિકોણ પાંત્રીસ પરમાણુઓથી નિષ્પન્ન થાય છે અને તે પાંત્રીસ પ્રદેશમાં અવગાઢ થાય છે. જેમકે–એક કતારમાં પાંચ પરમગુઓની સ્થાપના કરવી તેઓની નીચે નીચે કમથી કતારના આકારમાં ચાર, ત્રણ, બે અને એક પરમાણુ મૂકવા. આ બધા મળીને પંદર થાય. એની સ્થાપના (અહીં સસ્કૃત ટીકામાં આપેલ અકૃતિ જોઈ લેવી) આ પ્રતરના ઉપર બધી પંક્તિઓમાં અન્તિમને છોડીને દશને પ્રતર સ્થાપિત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧ ૭