Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન (૭) કુશીલ- શીલ, અશીલ અને કુશીલતાનું વર્ણન છે. કુશીલનો અર્થ—અનુપયુક્ત અથવા અનુચિત્ત વ્યવહારવાળો છે. જે સાધકે અસંયમી છે, જેમનો આચાર વિશુદ્ધ નથી, તેઓનો પરિચય આ અધ્યયનમાં આપ્યો છે. અહીં ત્રણ પ્રકારના કુશીલોની પણ ચર્ચા કરી છે. ૧– આહાર સંપન્નબ- આહારમાં સ્વાદ ઉત્પન્ન કરનાર મીઠું આદિના ત્યાગથી મોક્ષ માનનારા. ૨- સીકો સેવા- ઠંડા પાણીના સેવનથી મોક્ષ માનનારા. ૩-પતેઇ ને- અગ્નિના સ્પર્શથી મુક્તિ માનનારા.
શાસ્ત્રકારે ઉપરોક્ત ઉદાહરણો આપીને તેનું ખંડન કરતા કહ્યું છે કે રાગદ્વેષ, કામ, ક્રોધ અને લોભાદિનો અંત કરનાર જ મોક્ષ પ્રાપ્ત કરે છે. અધ્યયન (૮) વીર્ય સૂત્રકારે અકર્મવીર્ય-પંડિતવીર્ય અને કર્મવીર્ય- બાલવીર્ય આ બે પ્રકાર દર્શાવ્યા છે. અકર્મવીર્યમાં સંયમની પ્રધાનતા હોય છે, પંડિતવીર્યને મુક્તિનું કારણ કહ્યું છે. અધ્યનન (૯) ધર્મ– ભગવાન મહાવીરે બતાવેલા ધર્મનું નિરૂપણ છે. નિર્યુક્તિકારે કુલધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, ગણધર્મ, સંઘધર્મ, પાર્સડધર્મ, શ્રુતધર્મ, ચારિત્રધર્મ, ગૃહસ્થધર્મ આદિ અનેક રૂપે ધર્મ શબ્દનો પ્રયોગ કર્યો છે. મુખ્યરૂપે ધર્મ બે પ્રકારનો છે. (૧) લૌકિક ધર્મ (૨) લોકોત્તર ધર્મ. આ અધ્યયનમાં લોકોત્તર ધર્મનું નિરૂપણ છે. અધ્યયન (૧૦) સમાધિ- સમાધિનો અર્થ, તુષ્ટિ–સંતોષ, પ્રમોદ, આનંદ છે. તેમાં ૧–ભાવ, ર–શ્રત, ૩–દર્શન, ૪–આચાર. આ ચાર સમાધિનું વર્ણન કરવામાં આવ્યું
અધ્યયન (૧૧) માર્ગ– આ સમાધિ માટે સાધકે જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપમાર્ગનું આચરણ કરવું જોઈએ. એવો ઉપદેશ આપ્યો છે. અધ્યયન (૧૨) સમવસરણ– અક્રિયાવાદી, ક્રિયાવાદી, અજ્ઞાનવાદી તથા વિનયવાદી આ ચાર સમવસરણોનું વર્ણન છે.
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary