Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 444
________________ [ ૩૯૨ ] શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) ભાવાર્થ :- શ્રી તીર્થકર દેવે તે તે આગમાદિ સ્થાનોમાં જે જીવાદિ પદાર્થોનું સારી રીતે કથન કર્યું છે, તે જ સત્ય છે અને તે જ સુભાષિત છે. તેથી સદા સત્યથી સંપન્ન થઈ પ્રાણીઓ સાથે મૈત્રી ભાવના રાખવી જોઈએ. भूएहिं ण विरुज्झज्जा, एस धम्मे वुसीमओ । वुसीमं जगं परिण्णाय, अस्सि जीवियभावणा ॥ શબ્દાર્થ – મૂર્દિ જ વિના = પ્રાણીઓની સાથે વેર ન કરે, પણ કુલીન બન્ને આ સાધુઓનો ધર્મ છે, ગુણીનં ના પરિણાવ- સાધુ જગતના સ્વરૂપને જાણીને, નિવિભાવUT = સંયમધર્મની ભાવના કરે. ભાવાર્થ :- પ્રાણીઓની સાથે વેરવિરોધ ન કરે, આ જ સુસંયમીનો ધર્મ છે. સુસંયમી સાધુ ત્રણસ્થાવરરૂપ જગતના સ્વરૂપને સમ્યકરૂપે જાણી સંયમધર્મની ભાવનાથી આત્માને ભાવિત કરે. भावणाजोगसुद्धप्पा, जले णावा व आहिया । णावा व तीरसंपण्णा, सव्वदुक्खा तिउट्टइ ॥ શબ્દાર્થ :- બાવળાનો મુખ્ય = ભાવનાથી ભાવિત શુદ્ધ આત્માવાળા, અને બાવા દયા = પાણીમાં નાવ સમાન છે, બાવા વ તીરસંપ = તીર (કિનારા) ને પ્રાપ્ત કરીને જેમ નાવ વિશ્રાંતિ પામે, સવ્વલુકા તિક = તે રીતે ઉક્ત પુરુષ બધાં દુઃખોથી મુક્ત થઈ જાય છે. ભાવાર્થ :- ભાવનાઓના યોગથી જેનો અંતરાત્માં શુદ્ધ થઈ ગયો છે, તેની સ્થિતિ પાણીમાં નૌકાની સમાન સંસાર સમુદ્રને પાર કરવામાં સમર્થ કહેવામાં આવી છે. કિનારા પર પહોંચેલી નૌકા વિશ્રામ પામે છે, તેવી જ રીતે ભાવનાયોગથી સંપન્ન સાધક પણ સંસાર સમુદ્રના તટપર પહોંચીને સમસ્ત દુઃખોથી મુક્ત થઈ જાય છે. વિવેચન : આ પાંચ ગાથાઓમાં શાસ્ત્રકારે મુખ્યરૂપે બે તથ્યોને અભિવ્યક્ત કર્યા છે. (૧) અનુપમ જ્ઞાનવાન તીર્થકરનું માહાત્મ અને (૨) તેઓના દ્વારા કથિત ભાવનાયોગની સાધના. અનામશાની તીર્થકરના અને અન્યદર્શનીના જ્ઞાનમાં અંતર :- તીર્થકર જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મ ચતુષ્ટયનો ક્ષય કરવાના કારણે ત્રિકાલજ્ઞ છે, દ્રવ્ય-પર્યાય સહિત સર્વ પદાર્થના જ્ઞાતા છે, તેઓએ સંશય-વિપર્યય અનધ્યવસાય રૂપ મિથ્યા જ્ઞાનનો અંત કરી નાખ્યો છે, તેથી તેમના જેવું પૂર્ણજ્ઞાન કોઈ તથાગત બુદ્ધ આદિ અન્યદાર્શનિકનું નથી, કારણ કે અન્ય દાર્શનિકોને ઘાતિકર્મ ચતુષ્ટયનો સર્વથા ક્ષય ન થવાથી તેઓ ત્રિકાલજ્ઞ હોતા નથી અને તેઓ દ્રવ્ય-પર્યાય સહિત પદાર્થના જ્ઞાતા પણ હોતા નથી. જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471