Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 448
________________ ૩૯૬ ] શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) શબ્દાર્થ - જિસસ હેયum = તેના જેવો બીજો ઉત્તમ પદાર્થ ન હોય તેને અનીદશ કહે છેતે સંયમ છે અથવા તીર્થકર કથિત ધર્મ છે તે સંયમમાં કે ધર્મમાં જે પુરુષ નિપુણ છે તે, વધુમ= પરમાર્થદર્શી ભાવાર્થ :- અનીદશ–જેના સમાન બીજો કોઈ ઉત્તમ પદાર્થ નથી તેવા સંયમ અથવા ધર્મના જે મર્મજ્ઞ હોય, મન, વચન, કાયાથી કોઈ પ્રાણી સાથે વેરવિરોધ કરતા ન હોય, તે પરમાર્થથી ચક્ષુષ્માન(દિવ્ય તત્ત્વદર્શી) છે. 0 १४ से हु चक्खू मणुस्साणं, जे कंखाए य अंतए । ___ अंतेण खुरो वहइ, चक्कं अंतेण लोट्टइ ॥ શબ્દાર્થ :-રે મyલ્લા વહૂ = તે પુરુષ જ મનુષ્યોની આંખ(સમાન) છે, ને વહાણ સંતા = જે ભોગની ઈચ્છાનો અંત કરે છે, gછે અંતે વડું = અસ્ત્રો અંતિમ છેડાના) ભાગથી જ ચાલે છે, જે કોઇ નોટ્ટ = તથા રથનું ચક્ર અંતિમ ભાગથી જ ચાલે છે. ભાવાર્થ :- જે સાધક ભોગતષ્ણાનો અંત કરે છે, તે ભવ્યજીવોને માટે નેત્રની જેમ ઉત્તમ માર્ગના માર્ગદર્શક છે. જેવી રીતે અસ્ત્રો અંતિમભાગ(અણી)થી કાર્ય કરે છે, રથનું ચક્રપણ અંતિમભાગ(ધાર)થી ચાલે છે, તેવી રીતે મોહનીય કર્મનો અંત જ સંસારનો અંત કરે છે. अंताणि धीरा सेवंति, तेण अंतकरा इहं । इह माणुस्सए ठाणे, धम्माराहिउं णरा ॥ શબ્દાર્થ :- ધીરજ અંતાજ સેવંતિ = વિષયસુખની ઈચ્છારહિત પુરુષ અન્નપ્રાન્ત આહારનું સેવન કરે છે, તેમાં કૃદં અંતર = એ કારણે તેઓ સંસારનો અંત કરે છે, ફુદ બાપુસા ને ખરા જન્મરાહિ૩= આ મનુષ્યલોકમાં મનુષ્યો ધર્મનું આરાધન કરીને સંસારનો અંત કરે છે. ભાવાર્થ :- વિષયસુખાકાંક્ષા રહિત ધીર સાધક અત્ત-પ્રાન્ત આહારનું સેવન કરી સંસારનો અંત કરે છે. આ મનુષ્યલોકમાં જ મનુષ્યો ધર્મની આરાધના કરી સંસારનો અંત કરે છે. વિવેચન : આ દશ ગાથાઓમાં શાસ્ત્રકારે મોક્ષાભિમુખ, કર્મવિમુક્ત સાધકનું દિગ્દર્શન કરાવ્યું છે. મુખ્યતયા તે વર્ણન ચાર પ્રશ્નના ઉત્તર રૂપે છે(૧) કર્મબંધનથી વિમુક્ત કોણ થાય ?(૨) મોક્ષાભિમુખ સાધક કોણ કહેવાય ? (૩) સંસારનો અંતકર્તા સાધક કોણ હોય? (૪) કયા પ્રકારની સાધનાથી આ ત્રણેને યોગ્ય બનાય ? વસ્તુતઃ આ ત્રણે પ્રશ્નો પરસ્પર સંબદ્ધ છે. જે કર્મબંધનથી મુક્ત થાય, તે જ મોક્ષાભિમુખ થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471