Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 453
________________ અધ્યયન-૧૫ _. [ ૪૦૧ ] શબ્દાર્થ -પુરા વીરા અજંતુ = પૂર્વ સમયમાં વીર પુરુષો થયા છે, gogવોરન્સ સંત = જે દુર્નિબોધ માર્ગ એટલે કે દુઃખપૂર્વક પ્રાપ્ત કરવા યોગ્ય સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ માર્ગના અંતને, પા૨૨ = પ્રગટ કરી, તિને = સંસારને તરી ગયા છે. ભાવાર્થ :- પૂર્વકાળમાં અનેકવીર પુરુષ થયા છે, ભવિષ્યમાં પણ અનેક સુવતી પુરુષ થશે. તેઓ દુર્નિબોધ-દુઃખથી પ્રાપ્ત થનારા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ માર્ગના અંત (ચરમસીમા) સુધી પહોંચી, સ્વયં તે સન્માર્ગ પર ચાલી સંસાર સાગરને પાર થયા છે, થશે અને થઈ રહ્યા છે. વિવેચન : આ પાંચ ગાથાઓથી સંસારસાગર પારંગત સાધકની સાધનાના વિવિધ પાસાઓ ફલિત થાય છે. તે આ પ્રમાણે છે-(૧) જિનેશ્વર કથિત શ્રેષ્ઠ સંયમનું પાલન કરીને કેટલાક નિર્વાણ પ્રાપ્ત કરે છે, સંસારચક્રનો અંત કરે છે (૨) સમસ્ત કર્મક્ષય માટે પંડિતવીર્યને પ્રાપ્ત કરી સંચિત કર્મોને નષ્ટ કરી, નવીન કર્મોને ઉપાર્જિત કરતા નથી (૩) કર્મવિદારક–સમર્થ સાધક નવીન પાપકર્મ કરતા નથી, પરંતુ પૂર્વકૃત કર્મોને તપ, સંયમના બળથી ક્ષય કરે છે (૪) પાપકર્મનો ક્ષય કરવા માટે જે સાધક સંયમની સાધના કરે છે તે સંસાર સાગરનો પાર પામે છે અથવા વૈમાનિક દેવ થાય છે (૫) ત્રણે કાળમાં એવા મહાપુરુષ થયા છે, જે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની સાધના કરી તેની પરાકાષ્ઠા પર પહોંચી, બીજાઓ સમક્ષ પણ તે જ માર્ગ પ્રદર્શિત કરી સંસાર સાગરને પાર કરે છે. = ધીર, પરીષહ-ઉપસર્ગ સહી કર્મ ખપાવવામાં સહિષ્ણ, વીર ના સ્થાને પાઠાંતર છે. ધ ધૃતિમાન. છે અધ્યયન ૧૫ સંપૂર્ણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471