Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 458
________________ ४०५ શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) શ્રમણ, શમણ અને સમણ. શ્રમણ— જે મોક્ષ (કર્મક્ષય)ને માટે શ્રમ કરે છે, તપશ્ચર્યા કરે. શમણ— જે કષાયોનું ઉપશમન કરે. સમણ— જે પ્રાણીમાત્ર પર સમભાવ રાખે અથવા શત્રુ મિત્ર પર જેનું મન સમ–રાગદ્વેષરહિત છે. શ્રમણનું પહેલું લક્ષણ "અનિશ્રિત" બતાવ્યું છે, શ્રમણ દેવ આદિના આશ્રિત બનીને રહેતા નથી. તે તપસંયમમાં પોતાના શ્રમ(પુરુષાર્થ)ના બળ પર જ આગળ વધે છે. શ્રમણ તપ કરે છે, તે કર્મક્ષયના ઉદ્દેશ્યથી જ કરે છે. નિયાણાપૂર્વક તપ કરતા નથી. કારણ કે નિયાણું કરવાથી કર્મક્ષય થતો નથી, તેથી શ્રમણનું લક્ષણ "અનિદાન" બતાવવામાં આવ્યું છે. પ્રાણાતિપાત આદિ જે જે કાર્યથી કર્મબંધ થાય છે તેનું તે શમન (વિરતિ) કરે છે, તેનાથી દૂર રહે છે. ક્રોધાદિ કષાયો તેમજ રાગદ્વેષ આદિનું શમન કરે છે. રાગ, દ્વેષ, મોહ આદિના કારણોથી દૂર રહીને "સમન" સમત્વમાં સ્થિત રહે છે. નિષ્કર્ષ એ છે કે અબિસ્મિલ્ થી લઈને વોલકૢાણ્ સુધી શ્રમણના જેટલા ગુણો અથવા લક્ષણો બતાવ્યાં છે તેઓ બધા સમળ શબ્દના ત્રણરૂપોમાં આવી જાય છે, તેથી ઉક્તગુણ સંપન્ન વિશિષ્ટ સાધકને "શ્રમણ" કહેવામાં આવે છે. ભિક્ષુ સ્વરૂપ : ૪ | एत्थ वि भिक्खू अणुण्णए विणीए णामए दंते दविए वोसट्टकाए संविधुणीय विरूवरूवे परीसहोवसग्गे अज्झप्पजोगसुद्धादाणे उवट्ठिए ठियप्पा संखाए परदत्तभोई भिक्खु त्ति वच्चे । શબ્દાર્થ :- ડ્થવિ = માહણ શબ્દના અર્થમાં જેટલા ગુણો પૂર્વસૂત્રમાં વર્ણિત છે, તે બધા ગુણો ભિક્ષુમાં પણ હોવા જોઈએ, અણુળદ્ = એ સિવાય જે અનુન્નત છે એટલે કે અભિમાનથી રહિત હોય, વિળીણ્ = ગુર્વાદિનો વિનય કરતા હોય, મણ્ = તેઓ પ્રત્યે નમ્રતાપૂર્વકનો વ્યવહાર હોય છે, સંવિધુળીય = સહન કરતા હોય, અન્નપ્પનોન સુજાવાળું = અધ્યાત્મયોગથી જેનું ચારિત્ર શુદ્ધ છે, વક્રિ = જે સત્ ચારિત્રપાલનમાં ઉધત–ઉપસ્થિત હોય, નિઅપ્પા = જે મોક્ષમાર્ગમાં સ્થિત, સંવાદ્ પવત્તમોર્ફ = જે સંસારને અસાર જાણીને બીજાઓ દ્વારા અપાયેલા આહારથી પોતાનો નિર્વાહ કરતા હોય. Jain Education International ભાવાર્થ :- "માહણ" અને "શ્રમણ" ની યોગ્યતા માટે જેટલા ગુણો પૂર્વસૂત્રોમાં વર્ણવ્યા છે, તે ગુણો તથા આ સૂત્રકથિત વિશિષ્ટ ગુણો જેમાં હોય તે ભિક્ષુ કહેવાય છે. તે ભિક્ષુ અનુન્નત–નિરભિમાની, વિનીત– જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ પ્રત્યે વિનયશીલ હોય પરંતુ ભાવથી અવનત(દીન મનવાળો)ન હોય. નામક– વિનયના આઠ પ્રકારથી પોતાના આત્માને નમાવનાર અથવા બધા પ્રત્યે નમ્ર વ્યવહારવાળા હોય, દાન્ત, સંયમી, મમત્વ રહિત, વિવિધ પ્રકારના પરીષહો અને ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરનાર, For Private Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471