Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 460
________________ ૪૦૮ | શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) આ ગુણોની પ્રતિછાયા આવવી જોઈએ કારણ કે જીવનમાં સર્વત્ર સર્વદા આ ગુણો આવશ્યક છે. આ દૃષ્ટિથી જ "વ્યુત્કૃષ્ટકાય", "સંખ્યાન-વિચારશીલ", "સ્થિતાત્મા" અને "ઉપસ્થિત" આ વિશિષ્ટ ચાર ગુણો ભિક્ષુના બતાવ્યા છે. (૧) ભિક્ષુ પોતાના શરીર પર મમત્વ રાખીને તેને જ હૃષ્ટપુષ્ટ તેમજ બલિષ્ઠ બનાવવાના લક્ષ્યને છોડીને શરીર પર મમત્વ રાખ્યા વિના, કલ્પનીય, એષણીય, સાત્વિક, આહારથી નિર્વાહ કરે (૨) સાધુ પોતાના શરીરના સ્વભાવનું ચિંતન કરે કે આ શરીર દ્વારા વ્રતોનું પાલન કરવું છે. સાધનાના આ સાધનને ટકાવવા આહાર તો આપવો છે પણ કર્મબંધન ન થાય તે રીતે એષણીય, કલ્પનીય, સાત્વિક, અલ્પતમ આહારથી જીવન નિર્વાહ કરવામાં જ જીવનની સાર્થકતા છે. હું શરીરને માટે પરાધીન, પરવશ ન બનું (૩) સ્થિતાત્મા થઈને સાધુ પોતાના આત્મભાવોમાં અથવા મોક્ષમાર્ગમાં સ્થિર રહે, આત્મગુણ ચિંતનમાં લીન રહે, ભોજ્ય પદાર્થોને મેળવવાનો અને સેવનનો વિચાર ન કરે (૪) ભિક્ષુ પોતાના સચ્ચારિત્ર પાલનમાં ઉધત રહે. તેનું જ ધ્યાન રાખે, ચિંતન કરે, પોતાના શરીરના અને શરીર સાથે સંબંધિત વસ્તુઓના ચિંતનમાં મનને પ્રવૃત્ત ન કરે. બેવિશેષણો ભિક્ષુની વિશેષતા દર્શાવે છે– (૧) અધ્યાત્મયોગ શુદ્ધાદાન (૨) વિવિધ પરીષહોપસર્ગ સહિષ્ણુ. કેટલાક ભિક્ષુ ભિક્ષા ન મળવાથી કે મનોનુકૂળ(ઈચ્છિત)ન મળવાથી આર્તધ્યાન અથવા રૌદ્રધ્યાન કરે છે, આ ભિક્ષુનું પતન છે. તેણે તે ધર્મધ્યાનાદિરૂપ અધ્યાત્મયોગથી પોતાના ચારિત્રને શુદ્ધ રાખવાનો અને રત્નત્રયની આરાધના પ્રધાન ચિંતન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભિક્ષાટન સમયે પરીષહ અથવા ઉપસર્ગ આવે તો મનમાં દૈન્ય(દીનતા)અથવા સંયમને ત્યાગી દેવાનો વિચાર ન કરે પરંતુ તે પરીષહ અથવા ઉપસર્ગને સમભાવ પૂર્વક સહન કરે. વાસ્તવમાં આ ગુણો ભિક્ષુમાં હોય તો જ તે સાચા ભિક્ષુ કહેવાય. નિર્ગથ સ્વરૂપ :| ५ एत्थ वि णिग्गंथे एगे एगविऊ बुद्धे संछिण्णसोए सुसंजए सुसमिए सुसामाइए आयवायपत्ते य विऊ दुहओ वि सोयपलिच्छिण्णे णो पूयासक्कार-लाभट्ठी, धम्मट्ठी धम्मविऊ णियागपडिवण्णे समियं चरे दंते दविए वोसट्ठकाए णिग्गंथे त्ति वच्चे । से एवमेव जाणह जमहं भयंतारो । त्ति बेमि । શબ્દાર્થ :-ત્થવ = ભિક્ષના ગુણો તો બધા નિગ્રંથમાં હોવા જોઈએ તથા, ને જેઓ રાગદ્વેષથી રહિત રહે છે, પનિક = આ આત્મા એકલો જ પરલોકમાં જાય છે, એમ જે જાણે છે, યુદ્ધ = જે વસ્તુ સ્વરૂપને જાણે છે, સછિપાતો = જેણે આશ્રવ દ્વારોને રોકી દીધા છે, સુસંગ = જે પ્રયોજનવિના પોતાના શરીરની ક્રિયા કરતા નથી, અથવા જે પોતાની ઈન્દ્રિયો અને મનને વશમાં રાખે છે, સુમિ = જે પાંચ પ્રકારની સમિતિઓથી યુક્ત છે, અસામારૂપ = જે શત્રુ અને મિત્રમાં સમભાવ રાખે છે, એવા પત્તે જે આત્માના સાચા સ્વરૂપને જાણે છે, વિક્ર = જે સમસ્ત પદાર્થોના સ્વભાવને જાણે છે, કુદ જિ તોય સિચ્છિv = જેણે દ્રવ્ય અને ભાવ બંન્ને પ્રકારે સંસારમાં જવાના સોત એટલે કે માર્ગનું છેદન કરેલ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471