Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૯
નહિ; પૂર્વે ભોગવેલા કામભોગોનું સ્મરણ કરે નહીં. વિદ્વાન સાધુ તેને શ્રમણધર્મની વિરાધના સમજીને તેનો પરિત્યાગ કરે.
|२२|
શબ્દાર્થ:- નર્સ રુિત્તિ સિલોનૢ ૬ યશ, કીર્તિ અને શ્લોક—શ્લાઘા, ના ય વ પૂયળ = વંદન અને પૂજન, સવ્વતોનુંસિ ને જામા = સમસ્ત લોકમાં જે કામભોગ છે, જે ઈચ્છાઓ લાલસાઓ છે.
जसं कित्ति सिलोगं च, जा य वंदणपूयणा । सव्वलोयंसि जे कामा, तं विज्जं परिजाणिया ॥
Jain Education International
ભાવાર્થ :- યશ, કીર્તિ, શ્લાઘા (પ્રશંસા) તથા જે વંદના અને પૂજા પ્રતિષ્ઠા છે તથા સમગ્રલોકમાં જે કામભોગ છે, લાલસાઓ છે, વિદ્વાનમુનિ તેને સંયમના અપકારી સમજીને તેનો ત્યાગ કરે. जेहं णिव्वहे भिक्खू, अण्ण-पाणं तहाविहं । अणुप्पदाणमण्णेसिं, तं विज्जं परिजाणिया ॥
२३
શબ્દાર્થ :- હૈં = આ જગતમાં, નેળ = જે અન્ન અને પાણીથી, મિત્ત્વ = સાધુનો સંયમ, બિબ્લફ્રે - નિર્વાહ થાય, તહાવિદ્દે અળપાળ = તેવા અન્ન અને પાણી, અખેત્તિ અનુપ્પવાળું = ગૃહસ્થને આપવા. ભાવાર્થ :- આ જગતમાં જે અન્ન, પાણીથી સાધુના સંયમનો નિર્વાહ થઈ શકે તેવા જ આહાર પાણી ગ્રહણ કરે. તે આહારપાણી અસંયમીને દેવા તે સંયમઘાતક જાણી સાધુ તેનો ત્યાગ કરે.
२४
શબ્દાર્થ :- ધમ્મ સુર્ય શિતવ = ધર્મ(ચારિત્ર) અને શ્રુતનો તેઓએ ઉપદેશ આપ્યો છે. ભાવાર્થ :- અનંતજ્ઞાની, અનંતદર્શી, નિગ્રંથ મહામુનિ શ્રમણ ભગવાન મહાવીરે આ રીતે ચારિત્રધર્મ અને શ્રુતધર્મનો ઉપદેશ આપ્યો છે.
३०७
एवं उदाहु णिग्गंथे, महावीरे महामुणी । अणंतणाणदंसी से, धम्मं देसितवं सुयं ॥
વિવેચન :
આ ચૌદ ગાથામાં શ્રમણોના ચારિત્રધર્મને દૂષિત કરનારા ઉત્તરગુણગત દોષોના ત્યાગનો ઉપદેશ છે. દરેક ગાથાઓના અંતિમ ચરણમાં તેં વિજ્ન્મ પરિગાળિયા કહીને શાસ્ત્રકારે તેના ત્યાગનો ઉપદેશ આપ્યો છે. તે અનાચરણીય સંયમદૂષક કૃત્યને જ્ઞપરિજ્ઞાથી કર્મબંધનું તેમજ સંસાર પરિભ્રમણનું કારણ જાણી વિદ્વાન સાધક પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે.
આ દોષોમાં મોટાભાગના અનાચારો(અનાચીર્ણો)નું વર્ણન છે. જેનો દશવૈકાલિક તેમજ આચારાંગ
For Private Personal Use Only
www.jainelibrary.org