Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૨
૩૫૭ |
પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ નવ પદાર્થોને ક્રમથી સ્થાપિત કરીને તેની નીચે "સ્વતઃ" અને પરતઃ" આ બે ભેદ રાખવા જોઈએ. આ રીતે તેની નીચે "નિત્ય" અને "અનિત્ય" આ બે ભેદોની સ્થાપના કરવી જોઈએ. તેની નીચે ક્રમથી કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મા આ પાંચ ભેદોની સ્થાપના કરવી જોઈએ. જેમ કે-(૧) જીવ સ્વતઃ કાળથી નિત્ય છે (૨) જીવ પરતઃ કાળથી નિત્ય છે (૩) જીવ સ્વતઃ કાળથી અનિત્ય છે (૪) જીવ પરતઃ કાળથી અનિત્ય છે. આ રીતે સ્વભાવ આદિ પાંચેયની સાથે લેવાથી વીસ ભેદ (૪૪૫ = ૨૦) થાય છે. આ રીતે અજીવાદિ બાકીના આઠના દરેકના વીસ વીસ ભેદ સમજવા જોઈએ. આ પ્રમાણે નવ પદાર્થોના ૨૦૪૯ = ૧૮૦ ભેદો ક્રિયાવાદીઓના હોય છે. કિયાવાદની સમીક્ષા - એકાન્ત ક્રિયાવાદીઓના મંતવ્યના સંબંધમાં શાસ્ત્રકાર કહે છે કે ક્રિયાવાદીઓનું આ કથન કંઈક અંશે બરાબર છે કે ક્રિયાથી મોક્ષ થાય છે, આત્મા(જીવ) અને સુખ આદિનું અસ્તિત્વ છે, પરંતુ તેની એકાત્ત પ્રરૂપણા યથાર્થ નથી. પરદ્રવ્ય, ક્ષેત્રકાળાદિની અપેક્ષાએ દ્રવ્યમાં નાસિત્વ પણ છે. જો એકાન્તરૂપે પદાર્થોનું અસ્તિત્વ માનવામાં આવશે તો પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવથી દ્રવ્ય કથંચિત્ નથી,' આ કથન ઘટિત થઈ શકશે નહિ. વસ્તુમાં એકાન્ત અસ્તિત્વ માનવાથી સર્વવસ્તુઓ એકરૂપ થઈ જશે. આ રીતે જગતના સમસ્ત વ્યવહારોનો ઉચ્છેદ થઈ જશે. તેથી પ્રત્યેક વસ્તુ સ્વદ્રવ્ય, ક્ષેત્રાદિની અપેક્ષાએ અને પર દ્રવ્યાદિની અપેક્ષાએ નથી, એમ માનવું જોઈએ.
એકાન્ત ક્રિયાથી મોક્ષ થતો નથી, તેની સાથે જ્ઞાન સમ્યકજ્ઞાન હોવું જોઈએ. જ્ઞાનરહિત ક્રિયા માત્રથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. સમ્યગુજ્ઞાન સહિતની ક્રિયાઓ જ સફળ બને છે. દશવૈકાલિક સૂત્રની પદH MTM તોય એ ગાથામાં પણ આ જ તથ્યનો સંકેત છે. જ્ઞાન નિરપેક્ષ ક્રિયાથી અથવા ક્રિયા નિરપેક્ષ જ્ઞાનથી મોક્ષ થતો નથી. તેથી જ તીર્થકરોએ જ્ઞાન અને ક્રિયા બન્નેથી મોક્ષ કહ્યો છે.
સમ્યક ક્રિયાવાદ અને તેના માર્ગદર્શક :
ગાથામાં સમ્યક ક્રિયાવાદ અને તેના માર્ગદર્શકનું નિરૂપણ કર્યું છે, તેમાંથી ચાર તથ્યો ફલિત થાય છે– (૧) લોક શાશ્વત પણ છે, અને અશાશ્વત પણ છે (૨) ચાર ગતિઓના જીવો પોતપોતાનાં કર્મો પ્રમાણે સુખ દુઃખ પામે છે તથા સ્વતઃ સંસારમાં પરિભ્રમણ કરે છે (૩) સંસાર સાગર સ્વયંભૂરમણ સમુદ્રની જેમ દુત્તર છે (૪) તીર્થકર લોકચક્ષુ છે, તેઓ ધર્મનાયક છે, સમ્યક ક્રિયાવાદના માર્ગદર્શક છે, તેઓએ સંસાર અને મોક્ષનું યથાર્થ સ્વરૂપ બતાવીને સમ્યક ક્રિયાવાદની પ્રરૂપણા કરી છે અથવા જીવઅજીવ આદિ નવ તત્ત્વોના અસ્તિત્વ આદિની કાળ આદિ પાંચ કારણોના સમવસરણ(સમન્વય)ની સાપેક્ષ પ્રરૂપણા કરી છે. તેથી તેઓ આ ભાવ-સમવસરણના પ્રરૂપક છે.
સમ્યક્ ક્રિયાવાદ અને ક્રિયાવાદીઓના નેતા :
ण कम्मुणा कम्म खर्वेति बाला, अकम्मुणा उ कम्म खर्वेति धीरा |१५
मेहाविणो लोभमयावतीता, संतोसिणो णो पकरेंति पावं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org