Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૭૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
२२
વૃદ્ધિને અથવા અનાદિકાળના અભ્યસ્ત મિથ્યાત્વાદિ આત્મભાવને સર્વથા દૂર કરે. તેઓને તે સમજાવે કે બહારથી સુંદર દેખાતા સ્ત્રીઓનાં રૂપમાં આસક્ત જીવ વિનષ્ટ થઈ જાય છે. આ રીતે વિદ્વાન્ સાધક શ્રોતાઓના અભિપ્રાય જાણી ત્રસ સ્થાવરોને માટે હિતકારી ધર્મનો ઉપદેશ કરે. __ण पूयणं चेव सिलोगकामी, पियमप्पियं कस्सवि णो करेज्जा।
सव्वे अणढे परिवज्जयंते, अणाउले या अकसाइ भिक्खू ॥ શબ્દાર્થ :-સળે અનદ્ રિવાયતે = તેમજ સર્વ અનર્થોને વર્જિત કરતો, અળસને અજીરુ fભવ = સાધુ આકુળ વ્યાકુળ થયા વિના, કષાય રહિત બની ધર્મોપદેશ કરે. ભાવાર્થ :- સાધુ ધર્મોપદેશ દ્વારા પોતાની પૂજા–આદર-સત્કાર અને પ્રશંસા, કીર્તિ, પ્રસિદ્ધિ અથવા પ્રશંસાને ન ઈચ્છે તથા કોઈ ઉપદેશ સાંભળે કે ન સાંભળે, સાંભળીને આચરણ કરે કે ન કરે, તેના પર પ્રસન્ન કે અપ્રસન્ન થઈ તેનું પ્રિય, અપ્રિય ન કરે. રાગ-દ્વેષ ન કરે. સર્વ અનર્થો, અહિતકારી વાતોને છોડી આકુળતા રહિત તેમજ કષાય રહિત બની ધર્મોપદેશ આપે.
વિવેચન :
આ પાંચ ગાથાઓમાં સુસાધુઓ દ્વારા મુનિધર્મની મર્યાદામાં અબાધક યથાતથ્ય ધર્મોપદેશ સંબંધી કેટલાંક પ્રેરણાસ્ત્રો દર્શાવ્યાં છે. તે ક્રમથી આ પ્રમાણે છે.
સાધુ એકલો હોય કે સમૂહમાં, સંયમમાં અરતિ અને અસંયમમાં રતિ પર વિજય પામી મુનિધર્મ અથવા સંયમથી અવિરુદ્ધ વાત જ કરે. તે ધર્મનું મહત્વ સમજાવી અથવા ધર્મનો મર્મ સમજાવતાં પ્રેરણા કરે કે જીવ એકલો જ કર્મ કરે છે, એકલો જ તેનું ફળ ભોગવે છે, એકલો જ જન્મ લે છે અને એકલો જ મરીને પરલોકમાં જાય છે. ધર્મ સિવાય કોઈ તેનું સહાયક થતું નથી. આ રીતે એકત્વ ભાવનાથી ચિત્તને ભાવિત કરે.
ચાતુર્ગતિક સંસાર પરિભ્રમણના મિથ્યાત્વાદિ કારણો, કર્મબંધ તેમજ સમસ્ત કર્મક્ષયરૂપ મોક્ષને અને તેનાં સમ્યગદર્શનાદિ કારણો આદિને સમ્યક પ્રકારે જાણીને તથા આચાર્યાદિ પાસેથી સાંભળીને સાધુ લોકહિતકારક ધર્મનો ઉપદેશ કરે.
૫
વીતરાગધર્મના અનુગામી, ધૈર્યવાન સાધકો નિંધ તેમજ નિયાણા યુક્ત કાર્ય સ્વયં કરે નહીં, બીજાઓને તેવા કાર્યોની પ્રેરણા પણ ન આપે. સાધુ ઉપદેશ દેતાં પહેલાં શ્રોતા અથવા પરિષદના અભિપ્રાયોને પોતાની તર્કબુદ્ધિ તેમજ અનુમાનથી સારી રીતે જાણી લે, ત્યાર પછી જ ઉપદેશ આપે; પરિષદના અભિપ્રાયને જાણ્યા વિના ઉપદેશ આપે તો કદાચ શ્રોતા અશ્રદ્ધાપૂર્વક ક્ષુદ્રતાથી ગમે તે રીતે પરેશાન કરી શકે છે. જેમ પાલકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org