Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૧૪
વિવેચન :
ભાવાર્થ :– આ ગાથાઓ દ્વારા શાસ્ત્રકાર ગુરુકુળવાસી સાધુ દ્વારા ગ્રહણ કરાતી શિક્ષાની વિધિ બતાવી છે. શિક્ષા ગ્રહણવિધિનાં નિમ્નલિખિત પ્રેરણાસૂત્રો આ ગાથાઓમાંથી ફલિત થાય છે.
૩૮૧
(૧) ગુરુકુળવાસી સાધુ વિષય, નિદ્રા, વિકથા, કષાય આદિ પ્રમાદોથી દૂર રહે (૨) કોઈ વિષયમાં શંકા અથવા ભ્રાન્તિ ઉત્પન્ન થાય તો ગુરુકૃપાથી સાધક તેને પાર કરી લે છે (૩) પ્રમાદના કારણે સાધુચર્યામાં ક્યાંક ભૂલ થઈ જાય અને તેને કોઈ દીક્ષા જ્યેષ્ઠ(સંયમપર્યાયમાં મોટા), વયોવૃદ્ધ અથવા નાના સાધુ અથવા સમવયસ્ક સાધક અથવા કોઈ ગૃહસ્થ અથવા કોઈ દાસી જેવી સામાન્ય વ્યક્તિ પણ સુધારવા માટે પ્રેરણા કરે અથવા શિક્ષા આપે તો ગુરુકુળવાસી સાધુ તેને સમ્યપ્રકારે સ્થિરતા પૂર્વક સ્વીકારી લે પરંતુ પ્રતિવાદ ન કરે, પ્રસન્નતા પૂર્વક તેનો સ્વીકાર કરે અન્યથા તે સંસારના પ્રવાહમાં વહી જાય છે, તેને પાર કરી શકતા નથી (૪) તે જ્ઞાનીજનો અથવા હિતૈષીઓની શિક્ષા પોતાના માટે શ્રેયસ્કર સમજે (૫) તેઓનો ઉપકાર માની આદર-સત્કાર કરે.
ગુરુ સાંનિધ્યથી જ્ઞાનપ્રકાશ :
| १२
या जहा अंधकारंसि राओ, मग्गं ण जाणाइ अपस्समाणे । से सूरियस अब्भुग्गमेणं, मग्गं विजाणाइ पगासियंसि ॥
શબ્દાર્થ :- જેવા = માર્ગદર્શક પુરુષ, સે સૂરિયમ્સ અશ્રુમેળ પાલિયંસિ = પરંતુ તે જ સૂર્યોદય થયા પછી ચારે તરફ પ્રકાશ ફેલાવાથી, મળ વિજ્ઞાળાફ = માર્ગને જાણી લે છે.
Jain Education International
ભાવાર્થ :- જેવી રીતે અટવી(જંગલ)આદિ પ્રદેશોનો માર્ગદર્શક પણ ઘોર અંધારી રાત્રિમાં જોઈ ન શકવાના કારણે માર્ગને સારીરીતે જાણી કે જોઈ શકતો નથી પરંતુ તે જ પુરુષ સૂર્યનો ઉદય થાય અને ચારે તરફ પ્રકાશ ફેલાય ત્યારે માર્ગને સારી રીતે જાણી લે છે.
| १३
एवं तु सेहे वि अट्ठधम्मे, धम्मं ण जाणाइ अबुज्झमाणे । से कोविए जिणवयणेण पच्छा, सूरोदए पासइ चक्खुणेव ॥ શબ્દાર્થ :- અપુરુષન્મે તેદે વિ= ધર્મમાં અનિપુણ શિષ્ય પણ, અનુામાળે ધમ્મ ળ નાળાફ = સૂત્રાર્થને ન જાણતાં ધર્મને જાણતો નથી, છે બિખવયમેળ જોવિણ્ = પરંતુ તે જ શિષ્ય જિનવચનના અધ્યયનથી નિપુણ થઈ જાય છે, પા યૂરોપ્ ચવસ્તુળેવ પાસફ = ત્યારપછી સૂર્યોદય થાય ત્યારે આંખો દ્વારા પદાર્થને જુએ છે તેમ તે શિષ્ય સૂત્રાર્થ જાણે છે.
ભાવાર્થ :- ધર્મમાં અનિપુણ–અપરિપક્વ શિષ્યપણ સૂત્ર અને અર્થને નહીં સમજનારો ધર્મને જાણી શકતો નથી. તે જ અબુધ(અજ્ઞાની) શિષ્ય એક દિવસ જિનવચનોના અધ્યયન–અનુશીલનથી વિદ્વાન
For Private Personal Use Only
www.jainelibrary.org