Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૮૪ ]
- શ્રી યગડાંગ સુત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
૧૮
સિદ્ધાંત વિશારદ બની જાય છે (૮) પછી તે મોક્ષાર્થી સાધક તપ તેમજ સંયમને પ્રાપ્ત કરી, તેની શુદ્ધ આરાધના દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે અથવા શુદ્ધ આહાર દ્વારા જીવન નિર્વાહ કરતો મોક્ષ પ્રાપ્ત કરે છે. નિષ્કર્ષ :- ગુરુકુળવાસ કરનારા સાધકનું સર્વાગી જીવન નિર્માણ તેમજ વિકાસ ત્યારે જ થઈ શકે છે,
જ્યારે તે ગુરુકુળવાસમાં પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ તેમજ ચર્યા ગુરુના અનુશાસન(આજ્ઞા)પ્રમાણે કરે. અપ્રમત્તપણે પોતાની ભૂલ સુધારી બાહ્ય–આત્યંતર તપ, સંયમ તથા ક્ષમા, માર્દવ આદિ શ્રમણ ધર્મનો અભ્યાસ કરે. ગુરુકુળવાસ કાલીન શિક્ષામાં અનુશાસન, પ્રશિક્ષણ, ઉપદેશ માર્ગદર્શન, અધ્યયન, અનુશીલન આદિ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. પાઠાન્તર અને વ્યાખ્યા:- સુગં ૩વેતિ મોહં ને બદલે પાઠાન્તર છે સુદ્ધે જ ૩તિ નીરં– તપ, સંયમ આદિથી આત્મા શુદ્ધ હોવાથી અથવા શુદ્ધમાર્ગનો આશ્રય લેવાથી સાધક માર અર્થાત્ સંસારને અથવા મૃત્યુને પ્રાપ્ત કરતો નથી. ભાષાપ્રયોગના મહત્ત્વપૂર્ણ વિધિનિષેધ :
संखाय धम्मं च वियागरेंति, बुद्धा हु ते अंतकरा भवंति ।
ते पारगा दोण्ह वि मोयणाए, संसोधितं पण्हमुदाहरति ॥ શબ્દાર્થ :- ધૂન્ગ ૨ સહાય વિવાતિ = સબુદ્ધિથી સ્વયં ધર્મને જાણીને બીજાને ઉપદેશ આપે છે, તે ગુદા દુ અંતર મવતિ = ત્રણે કાળને જાણનારા તે પુરુષો કર્મોનો અંત કરનારા હોય છે, વોટ્ટવિ મોય તે પાર = તેઓ પોતાનાં અને બીજાઓનાં કર્મબંધનને છોડાવામાં સમર્થ થાય છે, સંસfધત પદનુવાદતિ = તેઓ સમજી વિચારીને પ્રશ્નોનો ઉત્તર આપે છે. ભાવાર્થ :- ગુરુકુળવાસી હોવાથી ધર્મમાં સુસ્થિત, બહુશ્રુત, પ્રતિભાવાન તેમજ સિદ્ધાંત વિશારદ તે સાધુ સબુદ્ધિથી બીજાને શ્રુત ચારિત્રરૂપ ધર્મનો ઉપદેશ આપે છે. તે બુદ્ધ ત્રિકાલવેત્તા જન્મ-જન્માંતરનાં સંચિત કર્મોનો અંત કરે છે. તેઓ પોતે અને બીજાઓને કર્મબંધનથી અથવા મમત્વ રૂપી બેડીથી મુક્ત કરવા સમર્થ બને છે. તેઓ સમ્યપ્રકારે સમજી વિચારીને– પ્રશ્નકર્તા કોણ છે? તે કયા પદાર્થોને સમજી શકે છે? હું કયા વિષયનું પ્રતિપાદન કરવામાં સમર્થ છું? આ વાતોનું સારી રીતે શોધન કરીને પ્રશ્નનો પૂર્વાપર અવિરુદ્ધ ઉત્તર આપે છે.
णो छायए णो वि य लूसएज्जा, माणं ण सेवेज्ज पगासणं च । ___ण यावि पण्णे परिहास कुज्जा, ण याऽऽसियावाय वियागरेज्जा ॥ શબ્દાર્થ -ળો છાય = શાસ્ત્રના અર્થને છુપાવે નહિ, ને જ ય નૂતન્ના = અપસિદ્ધાંત દ્વારા શાસ્ત્રની વ્યાખ્યા ન કરે, મળ સેક્સ = અભિમાન ન કરે, પIIM ૨ = હું મોટો વિદ્વાન છું તથા તપસ્વી છું એવું જાહેર ન કરે, પરિહાસ = શ્રોતાની હાંસી, યાસિયાવાય વિયા જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org