Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૭૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
આસન પર બેસવાદિ ક્રિયા અને ગમન-આગમન(તપશ્ચર્યા તેમજ સંયમમાં પરાક્રમ) વગેરે વિષયમાં સુસાધુની સમાન આચરણ કરે છે તથા સમિતિઓ અને ગુપ્તિઓના વિષયમાં અભ્યસ્ત થવાથી અત્યંત પ્રજ્ઞાવાન થઈ જાય છે, તે સમિતિ ગુપ્તિ આદિનું યથાર્થ સ્વરૂપ બીજાઓને પણ બતાવે છે. વિવેચન :
આ પાંચ ગાથાઓમાં સાધુ માટે ગુરુકુળવાસનું મહત્ત્વ તથા તેના લાભ બતાવવામાં આવ્યા છે. (૧) નવદીક્ષિત સાધુને ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષાથી નિપુણ થવા માટે ગુરુકુળમાં રહેવું જરૂરી છે (૨) ગુરુ અથવા આચાર્યના સાનિધ્યમાં રહીને આજ્ઞાપાલન, વિનય, સેવા શુશ્રુષા આદિનું સમ્યક પ્રશિક્ષણ પ્રાપ્ત કરે (૩) આચાર્યના આદેશ–નિર્દેશ અથવા સંયમના પાલનમાં પ્રમાદ ન કરે (૪) પાંખ આવ્યા વિના જ ઊડવા માટે મહેનત કરતાં પક્ષીના બચ્ચાને માંસ-લોલુપ ઢંક આદિ પક્ષીઓ પકડી લે છે, તેવી જ રીતે ગુરુના સાનિધ્યમાં શિક્ષા પ્રાપ્ત કર્યા વિના જ ગચ્છ(સંપ્રદાય)માંથી બહાર નીકળેલા અપરિપક્વ સાધકને એકલા વિચરતા જોઈ અન્યતીર્થિકો માર્ગથી ભ્રષ્ટ કરે છે (૫) ગુરુકુળવાસથી પુષ્ટ ન થનારો સ્વચ્છેદાચારી સાધક કમોનો અંત કરી શકતો નથી (૬) સાધક અનેક ગુણવદ્ધક, ગુરુકુળમાં રહી સમાધિ પ્રાપ્ત કરે છે (૭) પવિત્ર પુરુષના આચરણને પોતાના સદનુષ્ઠાનથી પ્રકાશિત કરે (૮) ગુરુકુળવાસથી સાધક કાયોત્સર્ગ, શયન, આસન, ગમનાગમન, તપશ્ચરણ, જપ, સંયમ-નિયમ, ત્યાગ આદિ સાધ્વાચારમાં સુસાધુ (પરિપક્વ સાધુ)ને યોગ્ય બની જાય છે. તે સમિતિ ગુપ્તિ આદિના દીર્ધદર્શી, અનુભવી અને યથાર્થ ઉપદેણ બની જાય છે.
બે પ્રકારની શિક્ષા - ગુરુ અથવા આચાર્યના સાનિધ્યમાં રહીને બે પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરી શકાય છે. (૧) ગ્રહણ શિક્ષા અને (૨) આસેવન શિક્ષા. ગ્રહણ શિક્ષા:- શાસ્ત્રો અને સિદ્ધાંતોના અધ્યયનો અને રહસ્યનું જ્ઞાન અપાય તેને ગ્રહણ શિક્ષા કહે છે.
આસેવન શિક્ષા - મહાવ્રત, સમિતિ, પ્તિ, ધ્યાન, કાયોત્સર્ગ, જપ, તપ, ત્યાગ, નિયમ આદિ ચારિત્રનો અભ્યાસ કરાવવામાં આવે તેને આસેવન શિક્ષા કહે છે. વાસ્તવમાં આ બન્ને પ્રકારની શિક્ષાઓથી સાધુનો સર્વાગી વિકાસ થાય. સુમવેર વા :- આચારાંગ સૂત્ર અનુસાર બ્રહ્મચર્યમાં નિવાસ કરવાના ચાર અર્થ સ્પષ્ટ થાય છે. (૧) બ્રહ્મ(આત્મા અથવા પરમાત્મા)માં વિચરણ કરવું (૨) મૈથુનવિરતિ-સર્વ ઈન્દ્રિયોનો સંયમ (૩) સદાચાર (૪) ગુરુકુળમાં વાસ.
હિતશિક્ષા ગ્રહણ કરવાની વિધિ :
सदाणि सोच्चा अदु भेरवाणि, अणासवे तेसु परिव्वएज्जा । णिदं च भिक्खू ण पमाय कुज्जा, कहंकहं वा वितिगिच्छतिण्णे ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org