Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૩
_.
૩૭૩ ]
સ્કંદકમુનિ પર મારણાન્તિક ઉપસર્ગ આપ્યો તેમ પણ કરી શકે છે. વીર સાધક શ્રોતાઓનાં કર્મ (આચરણ અથવા વ્યવસાય) તેમજ અભિપ્રાયનો યોગ્ય વિચાર કરી ત્રણ-સ્થાવર જીવો માટે હિતકારી ધર્મનો ઉપદેશ આપે. તે એવો ઉપદેશ આપે કે જેથી શ્રોતાઓના મિથ્યાત્વ આદિથી બંધાતા કર્મો દૂર થાય. જે રીતે બહારથી સુંદર દેખાતાં સ્ત્રીના રૂપમાં આસક્ત જીવો નાશ પામે છે, ઈત્યાદિ વાતો શ્રોતાઓના મગજમાં યુક્તિપૂર્વક ઠસાવે જેથી તેઓની વિષયો પ્રત્યેની આસક્તિ દૂર થઈ જાય. સાધુ પૂજા, સત્કાર, પ્રશંસા, કીર્તિ અથવા પ્રસિદ્ધિ આદિ પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ ધર્મોપદેશ ન આપે.
શ્રોતા ઉપદેશ સાંભળે કે ન સાંભળે અથવા ઉપદેશ અનુસાર આચરણ કરે કે ન કરે પરંતુ મુનિ તેના પર પ્રસન્ન કે અપ્રસન્ન થઈ, રાગ અથવા દ્વેષથી પ્રેરિત થઈ, કોઈનું ઈષ્ટ અથવા અનિષ્ટ ન કરે અથવા શ્રોતાને પ્રિય લાગનારી સ્ત્રીવિકથા, રાજવિકથા, ભોજનવિકથા, દેશવિકથા અથવા સાવધ પ્રવૃત્તિ પ્રેરકકથા ન કરે, તેમજ કોઈ સમૂહને અપ્રિય લાગે તેવી તેઓના દેવ, ગુરુની કડવા શબ્દોમાં આલોચના, નિંદા, મિથ્યા, આક્ષેપ આદિથી યુક્ત કથા ન જ કરે. પૂર્વોક્ત બધા જ અનર્થોનો પરિત્યાગ કરી સાધુ શાંત, અનાકુળ, તેમજ કષાય રહિત થઈને ધર્મોપદેશ
આપે. સાધુ ધર્મનું યથાતથ્ય પાલન :से आहत्तहियं समुपेहमाणे, सव्वेहिं पाणेहिं णिहाय दंडं । ___णो जीवियं णो मरणाभिकंखी, परिव्वएज्जा वलयाविमुक्के
ત્તિ વેરિ II શબ્દાર્થ :- ગાદીયં સમુદામાને = સાધુ સત્ય ધર્મને જાણતો. ભાવાર્થ :- સાધુ યથાતથ્ય ધર્મને સારી રીતે જાણતો સમસ્ત પ્રાણીઓને દંડ આપવાનું(પ્રાણ-નાશ કરવો) છોડી પોતાનાં જીવન તેમજ મરણની આકાંક્ષા ન કરે તથા માયાથી કે સંસારથી વિમુક્ત થઈને સંયમાચરણમાં ઉધત રહે.
વિવેચન :
આ ગાથામાં અધ્યયનનો ઉપસંહાર કરતા શાસ્ત્રકાર યથાતથ્ય રૂપે સમ્યગદર્શનાદિ ધર્મનું પાલન કરવાનો, તેનું ચિંતન-મનન કરવાનો અને જીવન-મરણની આકાંક્ષા કર્યા વિના છલકપટના ભાવ વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org