Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ચગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
હોવાથી ક્રિયા સંભવિત નથી અને ક્રિયા ન હોવાથી ક્રિયાજનિત કર્મબંધ પણ થતો નથી. આ રીતે બૌદ્ધ અક્રિયાવાદી છે. તાત્પર્ય એ છે કે બૌદ્ધ કર્મબંધની આશંકાથી આત્મા આદિ પદાર્થોનો અને તેમની ક્રિયાઓનો નિષેધ કરે છે.
૩૫૪
:
લોકાયતક (ચાર્વાક મત) – તે પદાર્થનો નિષેધ કરીને પણ પક્ષને સિદ્ધ કરવા માટે પદાર્થનું અસ્તિત્વ પ્રકારાન્તરથી માની લે છે અર્થાત્ પદાર્થનો નિષેધ કરવા છતાં પણ તેઓ તેના અસ્તિત્વનું પ્રતિપાદન કરી બેસે છે. જેમ કે– તેઓ જીવાદિ પદાર્થોનો અભાવ બતાવનારા શાસ્ત્રોનો પોતાના શિષ્યોને ઉપદેશ આપે છે. તેઓ કર્તા આત્માને તથા ઉપદેશના સાધનરૂપ શાસ્ત્રને તેમજ જેને ઉપદેશ અપાય છે તે શિષ્યને તો અવશ્ય સ્વીકારે છે. આ ત્રણને માન્યા વિના ઉપદેશ આદિ કાર્ય સંભવિત નથી પરંતુ સવંશૂન્યતાવાદમાં આ ત્રણે પદાર્થો સંભવે નહીં. તેથી લોકાતિક મત પરસ્પર વિરુદ્ધ મિશ્રપક્ષનો આશ્રય લે છે. તેઓ પદાર્થ નથી, એમ પણ કહે છે અને બીજી બાજુ તેનું અસ્તિત્વ પણ સ્વીકારે છે.
ન
સર્વ શૂન્યતાવાદ :– બૌદ્ધમતના સર્વ શૂન્યતાવાદ અનુસાર પરલોકમાં જનારા આત્મા નથી, ક્રિયા, ગતિ અને કર્મબંધ પણ નથી, છતાં બૌદ્ધ શાસનમાં છ ગતિઓ માનવામાં આવી છે. જો ગમન કરનાર કોઈ આત્મા જ નથી, તો ગમન ક્રિયા ફલિત ગતિઓ કઈ રીતે હોય શકે ? તેમજ બૌદ્ધ માન્ય જ્ઞાનથી અભિન્ન જ્ઞાન સંતાનપણ ક્ષણવિધ્વંસી હોવાના કારણે સ્થિર નથી. ક્રિયા ન હોવાના કારણે અનેક ગતિઓનું હોવું સંભવિત નથી, બૌદ્ધ આગમોમાં બધા કર્મોને અબંધન માન્યા છે. તોપણ તથાગત બુદ્ધે પ૦ વાર જન્મવ્રહણ કર્યા તેમ બતાવે છે. જો કર્મબંધન ન હોય તો જન્મસંહણ કેમ થઈ શકે ? બૌદ્ધ ગ્રંથમાં આવેલ એક શ્લોકમાં બતાવ્યું છે કે, "માતાપિતાને મારીને તેમજ બુદ્ધના શરીરમાંથી લોહી કાઢીને, અહંધ કરીને તથા ધર્મસ્તૂપને નષ્ટ કરીને મનુષ્ય અવીચિનરકમાં જાય છે, એ પણ કર્મબંધન વિના કેમ સંભવી શકે ? જો બધું શૂન્ય છે તો તેવા શાસ્ત્રોની રચના કેવી રીતે યુક્તિસંગત થઈ શકે છે ? જો કર્મબંધનકારક નથી, તો પ્રાણીઓમાં જન્મ-મરણ, રોગ—શોક, ઉત્તમ-મધ્યમ-અધમ આદિ વિભિન્નતાઓ ક્યા કારણે દેખાય છે ? ઉપરોક્ત ઘટના કર્મનું જ પરિણામ છે. આ બધાં પરથી જીવનું અસ્તિત્વ, તેનું કર્તૃત્વ, ભોકતૃત્વ તેમજ તેનું કર્મથી યુક્ત હોવું સિદ્ધ થાય છે, છતાં એ બૌદ્ધો શૂન્યતાવાદને માને છે. આ રીતે બૌદ્ધો સ્પષ્ટપણે મિશ્રપક્ષનો સ્વીકાર કરે છે. એક બાજુ તેઓ કર્મોના ભિન્ન ભિન્ન ફળ માને છે, બીજી બાજુ સર્વશૂન્યતાવાદ અનુસાર બધા પદાર્થોનું નાસ્તિત્વ બતાવે છે.
:
સાંખ્ય અક્રિયાવાદી – તેઓ આત્માને સર્વવ્યાપી માનતા હોવાથી તેઓ અક્રિયાવાદી છે પણ તેઓ પ્રકૃત્તિના વિયોગથી તેનો મોક્ષ માને છે. જો મોક્ષ માને છે તો બંધન અવશ્ય માનવું પડશે. જ્યારે આત્માનો બંધમોક્ષ થાય છે તો તેના જ વચનાનુસાર આત્માનું ક્રિયાવાન થવું પણ સ્વીકૃત થઈ જાય છે, કારણ કે ક્રિયા વિના બંધ અને મોક્ષ કદાપિ સંભવિત નથી. તેથી સાંખ્ય પણ મિશ્રપક્ષ આશ્રયી છે, તેઓ આત્માને નિષ્ક્રિય સિદ્ધ કરવા જતાં પોતાના જ વચનોથી ક્રિયાવાદ સિદ્ધ થઈ જાય છે.
અક્રિયાવાદીઓના સર્વશૂન્યતાવાદનું નિરાકરણ :– અક્રિયાવાદીઓ દ્વારા સૂર્યના ઉદય–અસ્ત, ચંદ્રની વૃદ્ધિ—હાસ, પાણી તેમજ વાયુની ગતિનો કરવામાં આવેલો નિષેધ પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ છે. જ્યોતિષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org